Home International ભારતને ખરા મિત્રોનો મળ્યો સાથ, US-જર્મનીએ એક ઝાટકે ચીન-પાકને લાવી દીધા ‘તમ્મર’

ભારતને ખરા મિત્રોનો મળ્યો સાથ, US-જર્મનીએ એક ઝાટકે ચીન-પાકને લાવી દીધા ‘તમ્મર’

1
0

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બુધવારની સાંજે ચીનને એ સમયે મોટો ઝાટકો લાગ્યો જ્યારે તેના એક પ્રેસ વક્તવ્યને અમેરિકાએ અંતિમ ક્ષણોમાં પોતાને વાંધો હોવાનું જણાવીને રોકાવી દીધું. ઉલ્લેખનીય છે કે ચીને સોમવારનાં કરાચી સ્ટૉક એક્સચેંજમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરતા ભારતની વિરુદ્ધ પોતાની આ ચાલ રમી હતી, પરંતુ તેના આ પ્રસ્તાવ પર બે અલગ-અલગ દેશો દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા ચીનને મોટો ઝાટકો લાગ્યો હતો.
ભારત સાથેનાં મજબૂત સંબંધો તરફ ઇશારો 
આ પહેલા જર્મનીએ મંગળવારનાં આ સ્ટેટમેન્ટને જાહેર થવાની થોડીક મિનિટ પહેલા પોતાની આપત્તિ રજૂ કરીને રોક્યું હતુ. બંને દેશોનું આ પગલું ભારતની સાથે તેમના મજબૂત સંબંધો તરફ ઇશારો છે. આ પહેલા પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારનાં કરાચી સ્ટૉક એક્સચેંજમાં થયેલા આ હુમલામાં આરોપ ભારત પર લગાવ્યો હતો. આ હુમલામાં 4 સુરક્ષાકર્મી, એક પોલીસ અધિકારી અને 4 આતંકવાદી સહિત 9 લોકોનાં મોત થયા હતા.
ચીનનો દાવ રહ્યો નિષ્ફળ
ચીને આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક પ્રગટ કરતા પાકિસ્તાનની સાથે પોતાના મજબૂત સંબંધોને દર્શાવવાનાં ઉદ્દેશથી આ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. ચીને આ પ્રેસ નોટ મંગળવારનાં રજૂ કરી હતી અને યૂએનએસસીનાં નિયમો અનુસાર ન્યૂયૉર્કનાં સ્થાનિક સમય અનુસાર જો કોઈપણ સભ્ય 4 વાગ્યા સુધી આના પર વાંધો નથી ઉઠાવતુ તો ડ્રાફ્ટ પાસ સમજવામાં આવે છે. આ ઇરાદાથી ચીને સાયલન્સ પ્રોસીઝર તરીકે ડ્રાફ્ટ રજૂ કર્યો હતો.
ભારતને આતંકવાદી હુમલા માટે જવાબદાર ગણાવવું સ્વીકાર નથી – જર્મની
આ સ્ટેટમેન્ટ આવા આતંકવાદી હુમલાઓની નિંદા કરવા માટે સામાન્ય પ્રક્રિયા હતી, જે UNSC આવા હુમલાઓ બાદ સમય-સમયે જાહેર કરે છે. સાયલન્સ પ્રોસિઝર અંતર્ગત જો નક્કી કરવામાં આવેલી ડેડલાઇન સુધી કોઈને આ પ્રસ્તાવ પર આપત્તિ નથી થતી તો આને પાસ માનવામાં આવે છે, પરંતુ જર્મનીએ મંગળવાર સાંજનાં 4 વાગ્યાની આસપાસ આમાં દખલ કરી. યૂએનમાં જર્મનીનાં રાજદૂતે કહ્યું કે, “પાકિસ્તાની વિદેશ મંત્રી એસએમ કુરૈશીએ આ હુમલા માટે ભારતને જવાબદાર ગણાવ્યું છે, જે સ્વીકાર ના કરી શકાય.”
છેલ્લી ઘડીએ અમેરિકાએ ફેરવી બાજી
આના પર ચીની રાજદૂતે વિરોધ કરતા કહ્યું કે, “સમયે 4 વાગ્યાથી આગળ નીકળી ગયો છે.” પરંતુ પ્રસ્તાવ પર ડેડલાઇન 1 જુલાઈ સવારે 10 વાગ્યા સુધી આગળ વધારી દેવામાં આવી. બુધવારનાં જ્યારે સમય 10 વાગ્યા પર પહોંચ્યો ત્યારે અમેરિકાએ અંતિમ ક્ષણોમાં આ પ્રસ્તાવ પર પોતાનો વાંધો ઉઠાવ્યો છે. જાણકારોનું માનવું છે કે હવે ભલે આ સ્ટેટમેન્ટ જાહેર પણ થઈ જાય, પરંતુ ચીન અને પાકિસ્તાનને UNSCમાં પાછા ધકેલવાનો અર્થ મોટા સ્તર પર આ બંને દેશોની વિરુદ્ધ વૈશ્વિક નારજગી તરીકે જોવામાં આવી રહ્યો છે.

Previous articleએપ્સ પ્રતિબંધ બાદ ભારતે હવે ચીનની સૌથી વધુ દુ:ખતી નસ દબાવી, તમતમી જશે ડ્રેગન
Next articleજિનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માટે ઇન્દ્રમણિ પાંડેને ભારતનાં સ્થાયી પ્રતિનિધિ નિયુક્ત કરાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here