Home International અમેરિકાનું દેવું ઝડપથી વધીને તેની આખી ઇકોનોમી જેટલું થવાની ધારણા

અમેરિકાનું દેવું ઝડપથી વધીને તેની આખી ઇકોનોમી જેટલું થવાની ધારણા

39
0

। વોશિંગ્ટન ।
એવી ધારણા વ્યક્ત કરાઈ છે કે કોરોનાને કારણે અમેરિકાનું દેવું ખૂબ ઝડપથી વધીને તેની ઇકોનોમી જેટલું થઈ જશે. ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની ઇકોનોમીના કોરોનાને કારણે ખસ્તાહાલ થયા છે તેવી ચેતવણી કોંગ્રેસશનલ બજેટ કમિટીએ ઉચ્ચારી છે. તે ૧૮૭૧ની સાલથી આખા વિશ્વમાં આર્થિક મહાસત્તા તરીકેનું સ્થાન ધરાવતું આવ્યું છે. અમેરિકાની ઇકોનોમીનું કદ હાલ ૨૧.૪૪ ટ્રિલિયન ડોલર છે. જે ૨૦૧૮માં ૨૦.૫૮ ટ્રિલિયન ડોલર હતું. ૨૦૨૦માં તે વધીને ૨૨.૩૨ ટ્રિલિયન ડોલર થશે.
વાર્ષિક અંદાજપત્રીય ખાધ સપ્ટેમ્બરના અંતે વધીને ૩.૩ ટ્રિલિયન ડોલર થશે
બજેટ કમિટીની જણાવ્યા મુજબ ૩૦ સપ્ટેમ્બરે અમેરિકાનું બજેટ વર્ષ પૂરું થાય છે ત્યારે યુએસની વાર્ષિક ખાધ વધીને ૩.૩ ટ્રિલિયન ડોલર થશે. જે અમેરિકાની કુલ GDPના ૧૬ ટકા થવા જાય છે. છેલ્લા ૭૫ વર્ષમાં ક્યારેય આટલી જંગી બજેટ ખાધ જોવા મળી નથી.
ફેડરલ દેવું આવતા વર્ષે વધીને GDPના સો ટકા થશે
સમિતિના જણાવ્યા મુજબ આવતા વર્ષે ફેડરલ દેવું વધીને GDPના ૧૦૦ ટકા થશે અને ૨૦૨૩માં GDPના ૧૦૭ ટકા એટલે કે ૨૪.૫ ટ્રિલિયન ડોલર થશે. જે ૧૯૪૬નો GDPના ૧૦૬ ટકાનો રેકોર્ડ તોડશે. માર્ચમાં અમેરિકામાં કોરોના વાઇરસ ત્રાટક્યો તે પહેલાં પણ યુએસ સરકાર પર દેવાનો મોટો બોજ હતો. કોરોનાને કારણે અર્થતંત્ર પાટા પરથી ખડી પડતા ઇકોનોમી હાલ ડચકા ખાઈ રહી છે.


Previous articleહેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરનારા ચેતજો, મહિલા મીણબત્તી પ્રગટાવતી હતી અને પછી જે થયું…
Next articleસાઉદી અરેબિયાએ માગમાં તોતિંગ ઘટાડો થતાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here