Home International ભારત અને ચીન વચ્ચે પુર્વ લદ્દાખમાં જંગ જેવી પરિસ્થિતિ વચ્ચે ડ્રેગનનો આયરન...

ભારત અને ચીન વચ્ચે પુર્વ લદ્દાખમાં જંગ જેવી પરિસ્થિતિ વચ્ચે ડ્રેગનનો આયરન બ્રધર પાકિસ્તાન ટુ ફ્રન્ટ વોરની તૈયારી કરી રહ્યું છે….

11
0

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલાં તણાવ વચ્ચે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ બુધવારે પંજાબમાં સ્થિત ફિલ્ડ ફાયરિંગ રેન્જની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ ચીનની ત્રીજી પેઢીની મેન બેટલ ટેન્ક VT-4ના પ્રદર્શનની સમીક્ષા કરી હતી. જનરલ બાજવાએ કહ્યું કે, પાકિસ્તાની સેના પ્રત્યેક પડકારો અને ક્ષેત્રીય ખતરાને નિપટવા માટે તૈયાર છે. ભારતનું નામ લીધા વગર તેઓએ કહ્યું કે, દેશની સુરક્ષા અને સંપ્રભુતા પર જો આંચ આવી તો અમે તેનો કરારો જવાબ આપીશું.
પાકિસ્તાની સેના પ્રમુખે દાવો કર્યો કે, ચીની ટેન્ક ભવિષ્યમાં આક્રમક કાર્યવાહીમાં ખુબ જ મદદગાર સાબિત થશે. ચીની ટેન્ક દુનિયાની સૌથી આધુનિક ટેન્કમાંની એક છે. તેમાં હુમલો કરવાની સાથે સાથે સુરક્ષા અને બચાવનાં પણ હાઈટેક ઉપકરણ લાગેલાં છે. જનરલ બાજવાએ કહ્યું કે, પાકિસ્તાની સેના પ્રત્યેક ઉભરતાં પડકારો અને ક્ષેત્રીય ખતરાને નિપટવા માટે તૈયાર છીએ.
આયરન બ્રધર પાકિસ્તાન ટૂ ફ્રન્ટ વોરની તૈયારીમાં
ભારત અને ચીન વચ્ચે પુર્વ લદ્દાખમાં જંગ જેવી પરિસ્થિતિ વચ્ચે ડ્રેગનનો આયરન બ્રધર પાકિસ્તાન ટુ ફ્રન્ટ વોરની તૈયારી કરી રહ્યું છે. જનરલ જાવેદ બાજવાએ થોડા દિવસો પહેલાં પોતાના શીર્ષ જનરલો સાથે રાવલપિંડી સ્થિત સેના મુખ્યાલયમાં બેઠક કરી હતી. આ બેઠકમાં જનરલ બાજવાએ કહ્યું કે, પાકિસ્તાની સેના રણનીતિક અને ક્ષેત્રીય હાલાતને જોતાં જંગની પોતાની તૈયારીનું સ્તર વધારી રહ્યું છે.
પાકિસ્તાની સેના પ્રમુખે કહ્યુ કે, દેસના હિતો સામે પાકિસ્તાન વિરોધી તત્વોની પાંચમી પેઢીના યુદ્ધ કૌશલ અને હાઈબ્રિડ વોરફેરને જોતાં સેના સરકારની નીતિઓની સાથે મળીને દેશની રક્ષા કરશે. પાકિસ્તાની સેના પ્રમુખે આરોપ લગાવ્યો કે, ભારત સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યો છે, જો ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે મોટો ખતરો છે.


Previous articleયુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક સત્રના હંગામી કેલેન્ડરને ફાઈનલ મંજૂરી આપી છે….
Next articleસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આવી લોન રીસ્ટ્રક્ટરીંગ સ્કીમ રજૂ કરી છે જેનાથી હોમ લોન અને અન્ય ઘણા લોન ધારકોને ફાયદો થશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here