Home India ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની વચ્ચે મિસાઇલ પરીક્ષણમાં ભારતે...

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની વચ્ચે મિસાઇલ પરીક્ષણમાં ભારતે વધુ એક પગલું આગળ ભર્યું છે…

29
0

ભારત (India) અને ચીન (China) વચ્ચે સરહદ પર તણાવની વચ્ચે મિસાઇલ પરીક્ષણમાં ભારતે વધુ એક પગલું આગળ ભર્યું છે. ભારતે આજે સવારે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ભારતે વૉરહેડની સાથે ‘નાગ’ ટેન્ક ગાઇડેડ મિસાઇલ (Nag Anti-Tank Guided Missile)ના અંતિમ તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ સવારે 6.45 કલાકે રાજસ્થાન (Rajasthan)ના પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જ (Pokhran field firing ranges)માં કરવામાં આવ્યું. નાગ મિસાઇલને રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નાગ મિસાઈલ સંપૂર્ણ રીતે દેશી છે અને આ પ્રકારની મિસાઈલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ-અલગ પ્રકારના ટ્રાયલ થાય છે.
આ પહેલાં નાગ મિસાઈલના અનેક ટ્રાયલ થયા છે. વર્ષ 2017, 2018 અને 2019માં અલગ અલગ રીતે નાગ મિસાઈલોનું પરીક્ષણ થયું છે. તેમાં અચૂક નિશાન સાધવાની ક્ષમતા છે અને દુશ્મનના ટેન્કને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે. તે વજનમાં ખૂબ જ હળવી હોય છે.
આપને જણાવાનું કે એન્ટી ટેન્ક મિસાઈલ દુશ્મનની ટેન્ક સહિત અન્ય વાહનોને ચપટી વગાડતા જ ખત્મ કરી શકે છે. તે મીડિયમ અને નાની રેન્જની મિસાઈલ છે. જે ફાઈટર જેટ, વોર શિપ, સહિત અન્ય અનેક સંસાધનો સાથે કામ કરી શકે છે. ભારતે છેલ્લા લગભગ એક મહિનામાં અલગ-અલગ પ્રકારની અડધો ડઝનથી વધુ સ્વદેશી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.


Previous articleઅમેરિકામાં માત્ર 8 જ મહિનામાં 3 લાખ લોકોના મોત નિપજ્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
Next articleરાજ્યમાં આજકાલ મહિલાઓને પુરુષ સમોવડી માનવામાં આવે છે,…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here