Kheda (Anand)

અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, સત્તા મંડળમાં કોંગ્રેસ-ભાજપની ભાગ બટાઈ સામે આવી

અમૂલ ડેરીના નિયામક મંડળની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થયું છે. અમૂલ ડેરીની નિયામક મંડળની ચુંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર તરફી પેનલનો વિજય થયો છે. ભાજપના તમામ ઉમેદવારોની કારમી હાર થઈ છે. અમુલ ડેરીના સત્તા મંડળમાં કોંગ્રેસ ભાજપની ભાગ બટાઈ સામે આવી છે.

અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર તરફી પેનલનો ભવ્યોતિભવ્ય વિજય થયો છે. ભાજપના તમામ ઉમેદવારોની ચૂંટણીમાં કારમી હાર થતાં સોપો પડી ગયો છે. ખંભાત બેઠક પર સીતાબેન પરમારની જીત, આંણદ બેઠક પર કોંગ્રેસ MLA કાંતિ સોઢા વિજેતા, ઉમરેઠના MLA ગોવિંદ પરમારની હાર, બાલાસિનોરમાં પૂર્વ MLA રાજેશ પાઠક વિજેતા, માતરમાં કોંગ્રેસના સંજય પટેલની જીત અને BJP MLA કેસરીસિંહ સોલંકીની હાર થઈ હોવાનું સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમૂલ ડેરીના નિયામક મંડળની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં 99.91 ટકા મતદાન થયું હતું. એમાં આણંદ, ખંભાત, પેટલાદ, બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, માતર અને વિરપુર બેઠક પર 100 ટકા મતદાન થયું હતું, જ્યારે બોરસદ બેઠક પર 9894 ટકા, મહેમદાવાદ બેઠક પર 98.98 ટકા અને નડિયાદ બેઠક પર 99.01 ટકા મતદાન થયું હતું. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના કુલ 1049 પૈકી 1046 મતદાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

કોવિડ 19ની વૈશ્વિક મહામારીથી ઉભી થયેલી પરિસ્થિતિમાં પણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થઇ હતી. અમૂલ ડેરી કેમ્પસમાં ગાઇડલાઇન અનુસાર થર્મન સ્ક્રીનીંગ, સેનેટાઇઝિંગ, માર્ક સહિતની વ્યવસ્થા કરવા સાથે ગાઇડલાઇનનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ અમૂલ ડેરીના ગેટની બહાર સમર્થકોના ટોળા એકઠાં થતાં ગાઇડ લાઇનના લીરેલીરા ઉડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.