Home NRI મેરિકા રહેતા કડવા પટેલ જ્ઞાતિના એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી...

મેરિકા રહેતા કડવા પટેલ જ્ઞાતિના એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે

32
0

મૂળ ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની અને છેલ્લા 65 વર્ષથી અમેરિકા રહેતા કડવા પટેલ જ્ઞાતિના એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે.
વડોદરાના માજી સરપંચ બટુકભાઈ અને એમી બેરાના કુટુંબી લાલજી બાપાએ જણાવ્યં હતું કે, બાબુભાઈ 65 વર્ષ પૂર્વે અમેરિકા ગયા હતા. તેઓ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. એમી બેરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. હાલ વાડોદર ગામમાં 35 વીઘા ખેતીની જમીન પણ ઘરાવે છે અને 3 ઓરડાનું મકાન પણ છે.
કૌટુંબિક કે ગામના સારા પ્રસંગોમાં હાજરી આપે છે. વાડોદર ગામમાં આવેલ કડવા પાટીદાર સમાજની વાડીમાં તેમનું આર્થિક યોગદાન પણ મોટું છે. નાના સરખા ગામમાંથી નીકળી અમેરિકામાં સતત બે વાર સાંસદ તરીકે ચૂંટાઈ તે બાબત ગૌરવવંતી ગણાવાઈ રહી છે.
સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાથી ડેમોક્રેટ ઉમેદવાર 55 વર્ષીય એમી બેરાએ બજ પેટરસનને હરાવી અમેરિકન સંસદમાં સંસદસભ્ય તરીકે ચૂંટાતા વાડોદર સહિત ગુજરાત સહિત દેશના લોકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.


Previous articleWhatsApp Payને લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ આ સાથે એનપીસીઆઈએ NPCI પણ યુપીઆઈ UPI ટ્રાન્ઝેક્શન પર મર્યાદા જાહેર કરી છે.
Next articleકેન્દ્ર સરકાર તમને સોનામાં રોકાણ કરીને કમાવવાની એક મોટી તક આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here