Home Gujarat માંડવી તાપી નદી માં જતું ગટર નું ગંદું પાણી બંધ કરાવા “આપ...

માંડવી તાપી નદી માં જતું ગટર નું ગંદું પાણી બંધ કરાવા “આપ પાર્ટી ” દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

43
0

પ્રાંત અધિકારી મામલતદાર અને પાલિકા પ્રમુખ ને આવેદનપત્ર પાઠવ્યું હતું.અને જણાવ્યું હતું કે આવનારા વીસ દિવસ માં તાપી નદી માં જતું ગટર નું ગંદું પાણી બંધ નહીં કરવામાં આવે તો પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ કરીશું
માંગરોલ, દેગડીયા –સૂર્ય પૂત્રી તાપી નદી માંડવી ટાઉન માં થી પસાર થઇ રહી છે. ત્યારે છેલ્લા ધણા સમયથી ખુલ્લી ગટર નું દુર્ઘટન મારતું ગંદું મળમૂત્ર વાળું પાણી તાપી નદી માં જઈ રહ્યું હોવા છતાં પાલિકા ના ભાજપ શાસકો અને પ્રમુખ દ્વારા આજદીન સુધી ગટર નું પાણી તાપી માં જતું બંધ કરાવી શક્યા નથી. હાલનાં વર્તમાન સમયમા કોરોના વાયરસનો કાળો કેહેર વર્તાઇ રહ્યો છે. ટાઉન સહિત તાલુકામાં કોરોના વાયરસનાં દર્દી ઓમા વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને માંડવી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ રૂપેશ સિંહ ખેંગાર અને મહામંત્રી શૈલેષ પ્રજાપતિ સહિત કાર્યકરો ભેગા થઈ તાપી નદી માં જતું ગટર નું ગંદું પાણી બંધ કરાવા માટે પ્રાંત અધિકારી તેમજ મામલતદાર અને પાલિકા પ્રમુખ ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગર પાલિકા ના ભાજપ શાસકો દ્વારા તાપી નદી માં જતું ગટર નું દુર્ઘટન મારતું ગંદું મળમૂત્ર વાળું પાણી બંધ કરાવામાં જ સરેચોક નિષ્ફળ ગયા છે. શાસકો ને ગટર નું ગંદું પાણી તાપી માં જતું બંધ કરાવા કરતા જાહેર રસ્તા. રિવરફ્રન્ટ. ગાર્ડન. પાલિકા ભવન. સહિત શોપિંગ સેન્ટર બનાવી વિકાસ ના નામે વાહવાહ મેળવામાં જ રસ ધરાવતા હોય છે. આવેદનપત્ર માં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તાપી નદી માં ગટર નું ગંદું મળમૂત્ર વાળું પાણી જઈ રહ્યું છે. જેને કારણે કોરોના કાર માં રોગચાળો ફેલાય એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તેમજ સરકાર દ્વારા જો ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિ ને તાપી નદી માં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય તો પછી માંડવી તાપી નદી માં જતું ગટર નું દુર્ઘટન મારતું ગંદું મળમૂત્ર વાળું પાણી બંધ કરાવા માટે જીલ્લા કલેકટર કેમ ચૂપ છે. તાપી નદી માં ગટર નું દુર્ઘટન મારતું ગંદું પાણી ને કારણે પ્રદુષણ માં વધારો થઈ રહ્યો છે. તાપી નદી માં રાત દિવસ મછિ પકડી પેટીયું રળતા ગરીબ પ્રજા કોઈ ગંભીર બિમારી નો ભોગ બને તો જવાબદાર કોણ? તેમજ નદી માં રહેતા જળચર પ્રાણીઓ માટે પણ ગટરનું ગંદુ પાણી જોખમી સાબિત થઈ રહ્યું છે. પાલિકા દ્વાર આવનારા વીસ દિવસ માં ગટર નું ગંદું પાણી તાપી નદી માં જતું બંધ નહીં કરાવશે તો આમ આદમી પાર્ટી ના પ્રમુખ સહિત સભ્યો વલ્લભ વડ ખાતે જાહેર માં પ્રતિક ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
આ કાર્યક્રમમાં માંડવી શહેર આમ આદમી પાર્ટી ના પ્રમુખ રૂપેશ સિંહ ખેંગાર.મહામંત્રી શૈલેષ પ્રજાપતિ.કુણાલ ટેલર.ઉપપ્રમુખ. ધમેન્દ્ર સિંહ ડુમસીયા.બરવંત ચૌધરી તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે પાઈપ લાઈન લઇ જવા બાબતે કાકા ભત્રીજાઓ બાખડયા.
Next articleઅંકલેશ્વર માં મરાઠી સમાજ દ્વારા ગુડી પડવો ની શ્રધ્ધાભેર ઉજવણી કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here