South-Gujarat

અંકલેશ્વર ના આર્યુવેદીક ડોક્ટર ખેડૂતે પંજાબ ના કાળા ઘઉં ની ખેતી કરી

વ્યવસાયે આર્યુવેદીક ડોકટર ખેડૂતે પોતાના ખેતર માં કાળા ઘઉં ની ખેતી કરી

કાળા ઘઉં આરોગ્ય માટે ફાયદાકારક

ભરૂચ જીલ્લા માં ખેતી ક્ષેત્રે ખેડૂતો અવનવી ખેતી તરફ ડગ માંડી રહ્યા છે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા ખેડૂતો ધાન્ય પાક ની સાથે અલગ જાત ના ધાન્ય નું વાવેતર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે ત્યારે અંકલેશ્વર માં આર્યુવેદ ડોકટર ના વ્યવસાય સાથે સંકળાયેલા એક ખેડૂતે પોતાના ખેતર માં અન્ય ઘઉં ની સાથે બ્લેક ઘઉં ની ખેતી કરી સફળતા હાંસલ કરી છે

ખેતી ક્ષેત્રે ખેડૂતો અવનવા પ્રયોગો કરી મબલક પાક ની સાથે સારી ઉપજ પણ મેળવી રહ્યા છે તો આપણા ગુજરાત માં ઘઉ ની ખેતી ખુબજ પ્રમાણ થતી હોય છે તેમાં ખેડૂતો વિવિધ વેરાઇટી ના ઘઉં નું વાવતેર કરી રહ્યા છે પરંતુ આજે આપણે એક નવી વેરાઇટીના કાળા કલરના ઘઉં વિષે વાત કરવાની છે અને ઘણા ખેડૂતો ને એક પ્રશ્ન મુંજવતો હોય છે કે આ ઘંઉ થી નુકસાન થતું હશે કે નહીં ત્યારે આ કોઈ હાબ્રિટ વેરાયટી નથી તેથી કોઈ નુકશાન થતું નથી.

અંકલેશ્વર માં રહેતા ઈશ્વરભાઈ પ્રજાપતિ વ્યવસાયે આર્યુવેદીક ડોકટર છે તેઓ ડોકટર ની સાથે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે પોતે ખેડૂત હોવાથી પોતાના ખેતર માં પરંપરાગત ખેતી ની સાથે અવનવા પાકો ની ખેતી કરી રહ્યાં છે તેઓ અગાઉ પંજાબ ગયા હતા ત્યાં કાળા ઘઉં ની ખેતી વિષે જાંણી નવાઈ પામ્યા હતા જો કે કાળા કલર ના ઘઉં ની ખેતીને જોતા તેઓ ને પણ પોતાના ખેતર માં કાળા ઘઉં ની ખેતી કરવા ની ઈચ્છા થતાં તેમણે પંજાબ થી કાળા કલર ના ઘઉં નું બિયારણ મંગાવ્યું હતું અને અંકલેશ્વર તાલુકા ના જૂની દીવી ગામ ની સીમા માં આવેલ પોતાના ખેતર માં કાળા ઘઉં નું વાવેતર કર્યું છે ઈશ્વરભાઈ પ્રજાપતિ એ સમયસર પાણી અને ગૌમૂત્ર નો ઉપયોગ કર્યો છે હાલ માં કાળા ઘઉં નો પાક તૈયાર થતા તેઓ કાપણી કરવાની તજવીજ હાથ ધરી છે તેઓ એ કાળા ઘઉં અંગે જણાવ્યું હતું કે કાળા ઘઉં એ સામાન્ય દેખાતા ઘઉંની જેમ જ એક અનાજ છે પરંતુ તેની વિશેષતા એ છે કે આ ઘઉં એકદમ કાળા છે અને સામાન્ય ઘઉં કરતાં અનેક ગણા તાકતવર અને ગુણકારી ઘઉં છે કાળા ઘઉંમાં ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, ઝીંક, પોટાશ અને આર્યન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે જે માનવીમાં રોગોનું પ્રમાણ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કાળા ઘઉંનો વપરાશ દરેક સીઝનમાં થઈ શકે છે કારણ કે તેમાં પોષક તત્વોનું પુષ્કળ પ્રમાણ હોય છે જે તમને દરેક સીઝનમાં ફીટ અને સ્વસ્થ રાખે છે કાળા ઘઉંનું સેવન કરવા થી હૃદયની બીમારીઓ નું જોખમ ઘટાડે છે બીપી, કિડની ના રોગો અસ્થમા જેવા રોગો સામે રક્ષણ આપે છે કાળા ઘઉંમાં મેગ્નેશિયમની માત્રા વધારે હોય છે ઉપરાંત કાળા ઘઉંમાં ટ્રાઇગ્લાઇસેરાઇડ તત્વો પણ હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલનું સામાન્ય સ્તર જાળવી રાખે છે ઈશ્વરભાઈ પ્રજાપતિ એ હાલ ટ્રાયલ બેજ ઉપર બિયારણ તરીકે વાવતેર કર્યું છે અને તેમાં તેમને સફળતા પણ મળી છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.