Home South-Gujarat કોપરાનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત...

કોપરાનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો

35
0

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં કોપરાનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.



ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી કોપરાનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો ન.આર.જે.19.જી.સી.3317 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં યુટર્ન વળાંકમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો બેકાબુ બની માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં આઇસર ટેમ્પો સહિત કોપરાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને નજીવી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.
શેખર ખેરનાર


Previous articleરચનાત્મક વિચારધારા ધરાવતાં ઓલપાડનાં ભાંડુત ગામનાં યુવાન ધર્મેશ પટેલે પોતાનો જન્મદિવસ પર્યાવરણને સમર્પિત કર્યો
Next articleઆદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવાની કામગીરી ઝડપી કરવા સાંસદ મનસુખભાઇ વસાવા એ સીએમ ને લખ્યો પત્ર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here