Home Gujarat ધધુકા ના તગડી ગામે ભારતીય મજદૂર સંઘ સલગ્ન એમડીએમ પીએમ પોષણ યોજના...

ધધુકા ના તગડી ગામે ભારતીય મજદૂર સંઘ સલગ્ન એમડીએમ પીએમ પોષણ યોજના કર્મચારી સંઘ ની મહત્વની બેઠક મળી,

258
0

ધધુકા ના તગડી ગામે ભારતીય મજદૂર સંઘ સલગ્ન એમડીએમ પીએમ પોષણ યોજના કર્મચારી સંઘ ની મહત્વની બેઠક મળી, આજની આ બેઠક માં રાજયના 96000 એમડીએમ પીએમ પોષણ યોજના ના કર્મીઓ માં છેલ્લા પાંચ વર્ષથી વેઠપ્રથા ની માફક શોષિત થતા કામદારોમાં ભયંકર રોષ જોવા મળ્યો કોરોના કાળમાં પોતાના જીવનીય પરવા કર્યા વગર માત્ર માસીક 1600 રૂપિયા નું સરકારી વેતન મેળવીને શોષિત થતા આ હજારો કર્મીઓએ 2 લાખ મેટ્રીક ટન અનાજ 51 લાખ બાળકો ને પહોંચાડ્યું, આવા નાના નજીવુ વેતનમેળવતા કર્મીઓને આ અનાજ ગોડાઉન કે એફપીએસની દુકાનને થી પરિવહન કરવા નું ખર્ચ પણ માત્ર અમરેલી જિલ્લાને બાદ કરતા ,,એક પણ જિલ્લાના આવા 25000 માસીક વેતન મેળવતા સરકારના સહુથી નાના ગરીબ કર્મીઓને છેલ્લા બે વર્ષ થી નથી ચૂકવાયું, ઉપરાંત ગત વીજય રૂપાણી સરકાર માં આવા કર્મીઓ ને વેતન માં વધારો કરવાની શિક્ષણ વિભાગ ની દરખાસ્ત પણ નવનિયુક્ત સરકારે અભેરાઈએ ચઢાવી દીધી, ફ્રન્ટ લાઈનના કોરોના વોરિયર માં સામેલ હોવા છતાં સરકારએ માત્ર મોટા મોટા પગારો મેળવતા ઊચ્ચ અધિકારીઓને જ સનમાં આપ્યું.આવા કોરોના ની ભયાનક સ્થિતિવચ્ચેપણ પોતાના જીવન ના જોખમો લઈને છેલ્લા બે વર્ષથી સરકારી હુકમો મુજબ ફૂડ સિક્યુરિટી એક્ટ મુજબ નું કામ, કોરોના કાળ માં ઘરે ઘરે જઈને સર્વે,સંજીવની રથ ની કામગીરી સહિત નીઅનેક કામગીરી સાથે જમીની લેવલે સંકળાયેલા આવા કર્મીઓ પૈકી નોંધપાત્ર સંખ્યામાં 22 કર્મીઓ સરકારી સેવા ચાલુ ફરજો દરમિયાન કોરોના ગ્રસ્ત થઈ ને અકાળે અવસાન પામ્યા એમના ગરીબ પરિવારોને હજી સુધી સરકારની 25 લાખ ને સહાય પણ નથી ચુકવી આવા અનેક પ્રશ્ર્નો ને લઈને સરકારની વાલા દવલા ની નીતિ ને કારણે હતાશ અને આઘાત પામેલા હજારો કર્મીઓ નો આક્રોશ જોવા મળ્યો , ગત માસ માં આવા કર્મીઓ એ રાજયભરમાં દરેક જિલ્લામાં કલેક્ટર કચેરી મારફતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આવેદનપત્ર આપી આવા હજારો કર્મીઓ પરત્વે તાકીદે સહાનુભૂતિ દાખવી ને ન્યાય રજુઆત કરી હતી હજુ સુધીમાં કોઈ પરિણામ ન મળતા આજ રોજ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી ચુડાસમાએ તાકીદ ની બેઠક બોલાવીને આગામી દિવસો માં ભારતીય મજદૂર ના માર્ગદર્શન હેઠળ આવા કોરોના કાળ માં ચાલુ ફરજો દરમિયાન કોરોના ગ્રસ્ત થઇને મૃત્યુ પામેલા કર્મીઓ ના પરિવારો સહિત રાજય ના હજારો કર્મીઓ અકલ્પનિય વિરોધ પ્રદર્શન કરી નવનિયુક્ત સરકારની સંવેદના ને ઢંઢોળી ને આવા કર્મીઓ ને ન્યાય અને સન્માન આપવા ધ્યાન આકર્ષિત કાર્યક્રમો કરશે એમ ઉગ્ર રોષ સાથે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી ચુડાસમા એ સમગ્ર રાજય માંથી આવેલા મોટી સંખ્યા માં ઉપસ્થિત આ યોજનાના કર્મીઓ ની હાજરીમાં આહવાન કર્યું હતું.

ઉપરોકત મીટીંગ નું આયોજન રાજય સંઘ ના પ્રમુખશ્રી રાજેન્દ્ર સિંહ બી ચુડાસમા,મહામંત્રી શ્રીહસુભાઈ જોષી દ્ધારા મહાપ્રભુજી બેઠક મંદીર તગડી માં કરવામાં આવ્યું હતું જેમાં રાજય સંઘ ના હોદ્દેદારો માં રાજકીય સલાહકાર શ્રી અમૂલભાઈ પટેલ,મામાશ્રી બરવાળા વાળા હોટલવાળા,કનકબેન સાપરા ,છગનભાઈ ગોધરા,ફારૂકભાઈ ભરૂચ,ઝાકીરભાઈ સુરત,તેમજ આણદ જિલ્લાના રાજય સંઘ સંગઠન મંત્રી મણીભાઈ કે રાવત તેમજ આણંદ જિલ્લા રાજ્ય કારોબારી સભ્યો તાલુકા પ્રમુખો તમામ હાજર રહી મીટીંગ ને સફળ બનાવવામાં આવી ભગવાન મહાપ્રભુજી ના આશિર્વાદ મેળવી દિવાળી ના નવા વર્ષમાં મ.ભો.યોજનાના બદલે પી.એમ.પોષણ યોજનાના થી અમલમાં આવશે જેની સાથે સાથે આ યોજના સાથે સકળયેલ કર્મચારીઓ માટે પણ સારા સમાચાર મળે તેવી મીટ માંડીને બેઠાછે.

પીએમપોષણ યોજના થીદેશ ના 11 કરોડ બાળકો સહિત રાજય ના 51 લાખ બાળકો વધુ માં વધુ પૌસ્ટિક આહાર મેળવીને , શાળા ના અભ્યાસક્રમના સમય ગાળા માજ તંદુરસ્તી મેળવી લે, એવો ભારત સરકારનો ભગીરથ પ્રયાસ છે એમ રાજય ના મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી ચુડાસમાએ પોતાના વકતવ્ય જણાવી આ નવનિર્મિત પીએમ પોષણ યોજનાને સંઘ ની આજની કારોબારી બેઠકમાં ઉમળકાથી વધાવી,આ બેઠકમાં મધ્યાહ્નન ભોજન યોજના ગુજરાત સરકારના સંયુક્ત કમિશનર શ્રી કે.એન ચાવડા સાહેબે સરકાર અને મધ્યાહ્નન ભોજન યોજના કર્મચારી સંઘ સાથે મળી ને આ નવી પીએમ યોજના ને ખુબજ લોકપ્રિયતા મળે એ દિશા માં કામ કરવા નું આહ્વાન કર્યું જે ને સમગ્ર રાજ્યમાંથી આવેલ સંઘ ના પદાધિકારીઓ એ હર્ષભેર વધાવી લઈને સન્માનભેર ભારત સરકારે જાહેર કરેલ આ નવી પીએમ યોજના ને વિશ્વ માં વિશિષ્ઠ સ્થાન અપાવવામાં કટિબદ્ધતા વ્યક્ત કરી

Previous articleલક્ષ્મીપુરા ખાતે મળેલી મીટીંગ માં શ્રીવાકળ કાનમ પ્રજાપતિ સમાજ વડોદરાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદેદારોની વરણિ કરવામાં આવી
Next articleમલયાલમ મિશન અંતર્ગત કેરળ સરકાર ના સાંસ્કૃતિ મંત્રાલય દ્વારા ગોવિંદ દનીચા ને ડિગ્રી એનાયત કરાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here