Home Gujarat અમદાવાદનો હાર્દ સમાન એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો એક વૃદ્ધને કારચાલકે કચડી...

અમદાવાદનો હાર્દ સમાન એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો એક વૃદ્ધને કારચાલકે કચડી માર્યા.

26
0

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે અમદાવાદનો હાર્દ સમાન એસજી હાઈવે પર દરરોજ અનેક અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે સોમવારે મોડી સાંજે એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક રાહદારીને કારે ઉડાવ્યો હોવાની માહિતી મળી રહી છે.
એસજી હાઈવે નજીક પકવાન બ્રિજના છેડે થલતેજ અંડરપાસમાંથી ચાલીને જઈ રહેલા એક 62 વર્ષીય વૃદ્ધને કારચાલકે કચડી માર્યા હતા. અકસ્માત થતાં જ કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. કાર પર ડોક્ટરની ગાડી પર લગાવેલો હોય તેઓ સિમ્બોલ હતો, જેથી અકસ્માત કરનારી કાર કોઈ ડોક્ટરની હોવાની આશંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સોમવારે મોડી સાંજે અમદાવાદના એસજી હાઈવે પર પકવાન બ્રિજના છેડે થલતેજ અંડરપાસમાં બોટાદના નાદાભાઈ ખોડાભાઈ ખાચર (62) પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી હોન્ડા સિટીના કારના ચાલકે (કાર નંબર GJ 01 KD 9563) તેમને અડફેટે લીધા હતા. કારની સ્પીડ એટલી ધડાકાભેર હતી કે, અકસ્માત થતાંની સાથે જ નાદાભાઈનું ઘટનાસ્થળ પર મોત નીપજયું હતું. આ ઘટનાના પગલે રાહદારીઓ ભેગા થઇ જતાં કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તેમ જ 108ની ટીમ આવી હતી. જોકે નાદાભાઈનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
આ ઘટનામાં એસજી હાઈવે-2 પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માત મોત નોંધી નાદાભાઈનો મૃતદેહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી બાજુ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.


Previous articleમોંઘવારીએ માઝા મુકી શાકભાજી અને કઠોળ પછી ખાંડ, દૂધ અને ચાના ભાવમાં વધારો થયો છે.
Next articleઆજે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દ્વારા ભારત બંધ અપાયું 18 થી વધુ રાજકીય પક્ષોએ ખેડૂતોના બંધને ટેકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here