Home South-Gujarat ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ...

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ બેકાબુ ટ્રક યુટર્ન વળાંકમાં સંરક્ષણ દીવાલ પર ચડી જતા અકસ્માત સર્જાયો

102
0

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ બેકાબુ ટ્રક યુટર્ન વળાંકમાં સંરક્ષણ દીવાલ પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો…..
પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં રાજનગાવથી કંપનીનો માલસામાનનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહેલ ટ્રક.ન.જી.જે.12.બી.વી.499.જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં વળાંકમાં બેકાબુ બની માર્ગની સાઈડમાં સંરક્ષણ દીવાલ પર ચડી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવ માલસામાનનો જથ્થો ભરેલ ટ્રક સંરક્ષણ દીવાલ પર ચડી અટકી જઈ ખાડામાં ખાબકતા બચી જતા ઘટના સ્થળે મોટી દુર્ઘટના ટળી હતી.આ અકસ્માતનાં બનાવમાં ટ્રક ચાલક સહિત ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે…


Previous articleસાપુતારાનાં સ્વાગત સર્કલથી લેક્વ્યુનાં બ્રિજ સુધીનાં જાહેરમાર્ગનાં ફૂટપાથ પર પ્રવાસીઓ સહિત રાહદારીઓને અડચણરૂપ બનેલ લારી ગલ્લાઓનાં દબાણ હટાવવાની કામગીરી નોટિફાઇડ તંત્ર સાપુતારા દ્વારા હાથ ધરાતા દબાણકર્તાઓમાં ફફડાટ
Next articleડાંગ જિલ્લાનાં આહવામાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here