Crime

વાંકલ ગામે ગામિત ફળિયા નજીક ના ખેતરમાંથી અજાણી લાશ મળી

માંગરોલ, દેગડીયા –.માંગરોળ તાલુકાના વાંકલ ગામ ના ગામીત ફળિયા નજીક આવેલા એક ખેતરમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી
આ ઘટનાની જાણ ખેતર માલિક સચીનભાઈ મનુભાઈ ગોહિલ પશુપાલન કરે છે અને મૂળ ભાવનગર જિલ્લાના વતની છે અને હાલમાં સુરત ખાતે રહે છે તેમની માલિકીના વાંકલ ગામે આવેલા ખેતર માંથી એક ૪૫ થી ૫૦ વર્ષની ઉંમરના અજાણ્યા વ્યક્તિ ની લાશ મળી આવી હતી જે અંગે તેમણે માંગરોળ પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા ઇસમની લાશ નો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે મરનાર વ્યક્તિ અસ્થિર મગજનો હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Leave a Reply

Your email address will not be published.