Home Crime અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારી ને અડફેટમાં લેતા મોત

અંકલેશ્વરની નિલેશ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારી ને અડફેટમાં લેતા મોત

20
0

અજાણ્યા ૪૦ થી ૫૦ વર્ષીય ઈસમનું સ્થળ પર જ મોત
અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર નિલેશ ચોકડી પાસે અજાણ્યા વાહન ના ચાલકે ૪૦ થી ૫૦ વર્ષીય અજાણ્યા રાહદારીને અડફેટમાં લેતા રાહદારી નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર પાસે થી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૪૮ પર નિલેશ ચોકડી પાસે ૪૦ થી ૫૦ વર્ષીય અજાણ્યો ઈસમ પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ના ચાલકે તેને અડફેટ માં લઇને વાહન સાથે ફરાર થઇ ગયો હતો અજાણ્યા ઈસમ ને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટના સંદર્ભે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો જયારે પોલીસે મૃતક ઈસમ કોણ છે તે અંગે તેના પરિજનો ની શોધખોળ આરંભી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર ના સંજાલી ગામે ૨૨ વર્ષીય યુવતીએ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો
Next articleરાજપીપળા ખાતેની ITI માં પ્રવેશ લેવા માંગતા ઉમેદવારો તા.૨૦ જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here