Home Kheda (Anand) આણંદ: જિલ્‍લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક...

આણંદ: જિલ્‍લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

28
0

આણંદ –: જિલ્‍લા કલેટકર શ્રી મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને આણંદના સરકીટ હાઉસ ખાતે આણંદ જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સોજિત્રાના ધારાસભ્‍ય શ્રી પૂનમભાઇ પરમાર અને આણંદના ધારાસભ્‍ય શ્રી કાંતિભાઇ સોઢાપરમાર તેમજ જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર ઉપસ્‍થિત રહ્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્‍યશ્રીઓ અને જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્‍યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોના જિલ્‍લા કલેકટર શ્રી દ્વારા હકારાત્‍મક ઉકેલ લાવવામાં આવ્‍યો હતો તેમજ રજૂ કરવામાં આવેલ સૂચનો પ્રતિ યોગ્‍ય તે કરવામાં આવશે તેમ જણાવાયું હતું.કલેકટરશ્રીએ બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ કરવામાં આવતાં પ્રશ્નો પરત્‍વે વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરી સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ થાય તે જોવા સુચવ્‍યું હતું. બેઠકમાં કલેકટર શ્રી દક્ષિણીએ જિલ્‍લાના તમામ અમલીકરણ અધિકારીઓને ગુડ ગવર્નન્‍સ અંતર્ગત જિલ્‍લાનો એકશન પ્‍લાન ઝડપણી અને યોગ્‍ય રીતે તૈયાર કરી તેની વિગતો મોકલી આપવા તાકીદ કરી હતી. તેમણે વધુમાં ગામોની જરૂરિયાત મુજબનો કામોનું આયોજન થાય તે રીતે કામગીરી કરવામાં આવે તે જોવા જણાવ્‍યું હતું. કલેકટરશ્રીએ જિલ્‍લાના તમામ અધિકારીઓને તેમના વિભાગની યોજનાઓનો યોગ્‍ય પ્રચાર-પ્રસાર કરવા નાગરિકોના કામો પ્રો-એકટીવ થઇને કરવા સુચવ્‍યું હતું.
શ્રી દક્ષિણીએ વર્ષાઋતુ દરમિયાન પાણીજન્‍ય રોગો ન ફેલાય અને નાગરિકોની આરોગ્‍ય સુખાકારી જળવાઇ રહે તે માટે આરોગ્‍ય વિભાગને સઘન સર્વેની કામગીરી કરવા પર ભાર મૂકવા કહ્યું હતું. તેમણે વધુમાં નાગરિકોના સમય-નાણાંનો બચાવ થાય તેવી કામગીરી સમયમર્યાદામાં હકારાત્‍મક રીતે નિકાલ થાય તે જોવા જણાવ્‍યું હતું. કલેકટરશ્રીએ સી.એમ. ડેશબોર્ડ ઉપર જિલ્‍લાની ઉત્તમ કામગીરી થાય તેવી કામગીરી કરવાનું સુચવીને જે કોઇ પડતર અરજીઓ હોય તેનો સમયસર નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને કહ્યું હતું.વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસે જિલ્‍લામાં યોજાયેલ મહારસીકરણ અભિયાન અંતર્ગત જિલ્‍લામાં સવારના ૮-૦૦ થી મોડી રાત્રિના ૧૨-૦૦ વાગ્‍યા સુધીમાં જિલ્‍લાના નાગરિકોને રસી મૂકીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં ૮૧ હજારથી વધુ નાગરિકોનું રસીકરણ કરવાની નોંધપાત્ર કામગીરી કરવા બદલ રસીકરણ કામગીરી સાથે સંકળાયેલ તમામ આરોગ્‍ય કર્મચારીઓ સહિત ટીમ આણંદને બેઠક દરમિયાન જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ અભિનંદન પાઠવ્‍યા હતા.
આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિએ પણ સંબંધિત અધિકારીઓને મહત્‍વનાં સૂચનો કરી માર્ગદર્શન આપ્‍યું હતું.આ બેઠકમાં જિલ્‍લા પોલીસ વડા શ્રી અજીત રાજયાણ, નિવાસી અધિક કલેકટરશ્રી, તમામ પ્રાંત અધિકારીઓ અને જિલ્‍લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Previous articleવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આણંદ જિલ્લામાં યોજાયેલ મેગા રસીકરણ અભિયાન
Next articleપશુપાલકો માટેના ડેરી ફાર્મર/એન્‍ટરપ્રેન્‍યોર અંગે યોજાયેલ કાર્યકુશળતા વર્ધન તાલીમ શિબિરનું સમાપન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here