Home Kheda (Anand) આણંદ જિલ્લા પોલીસની પણ જનતાને શાંતિ જાળવવા અપીલ

આણંદ જિલ્લા પોલીસની પણ જનતાને શાંતિ જાળવવા અપીલ

162
0

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાને લઇને રાજ્યભરમાં લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે હાલમાં તાજેતરમાં જ રાજકોટમાં ખૂબ મોટી સંખ્યામાં માલધારી સમાજનાં લોકો એકત્ર થયા હતાં અને ઉગ્ર રેલી નીકાળી હતી. ત્યારે એ દરમ્યાન પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. તો બીજી બાજુ ગુજરાત પોલીસ દ્વારા સતત સોશિયલ મીડિયા દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.


આ સાથે લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવાની પણ પોલીસ અપીલ કરી રહી છે.


આણંદ જિલ્લા પોલીસની પણ જનતાને શાંતિ જાળવવા અપીલ

આણંદ જિલ્લા પોલીસે પણ જાહેર જનતાને અપીલ કરી છે કે, ધંધુકાના યુવકની હત્યા મામલે સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ ન ફેલાવવામાં આવે. જો કોઇ ભડકાઉ ભાષણ કે ઉશ્કેરણીજનક ટિપ્પણી સામે આવશે તો પોલીસ તેની સામે સખ્તમાં સખત કાર્યવાહી કરશે. શહેરની દરિયાપુર પોલીસે જનતાને અપીલ કરતો આવો મેસેજ સોશિયલ મીડિયામાં મૂક્યો છે. પોલીસે લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે. તેમજ આ સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે આથી લોકો પણ શાંતિ જાળવે તથા સુલેહ જળવાય તે માટે પણ પોલીસ દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here