Home Business અનિલ અંબાણી રિલાયન્સ ગ્રૃપના એકમ રિલાયન્સ કેપિટલ લિં. એ પોતાની સબ્સિડરીમાં...

અનિલ અંબાણી રિલાયન્સ ગ્રૃપના એકમ રિલાયન્સ કેપિટલ લિં. એ પોતાની સબ્સિડરીમાં ભાગીદારી વેચવા માટે બિડ આમંત્રિત કરી છે.

1
0

દેવાંના બોજ હેઠળ દબાયેલા અનિલ અંબાણી (Anil Ambani) ના રિલાયન્સ ગ્રૃપના એકમ રિલાયન્સ કેપિટલ લિં. (Reliance Capital)એ પોતાની સબ્સિડરીમાં ભાગીદારી વેચવા માટે બિડ આમંત્રિત કરી છે. આ સબ્સિડરીમાં રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ (Reliance General Insurance) અને રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્શ્યોરન્સ (Reliance Nippon Life Insurance) સામેલ છે. તમને જણાવી દઈએ કે, લગભગ 20 હજાર કરોડ રૂપિયાનું દેવું ઉતારવા માટે સબ્સિડરીમાં ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે.
EOI મંગાવવાની પ્રક્રિયા 31 ઓક્ટોબરથી શરૂ
ન્યુઝ એજન્સીના સુત્રો મુજબ રિલાયન્સ કેપિટલે સબ્સિડરી કંપનીઓ રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ, રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્શ્યોરન્સ, રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ ફાયનાન્શિયલ લિં. અને રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શનમાં પૂરેપૂરી કે આશિંક ભાગીદારી વેચાણ માટે EOI આમંત્રિત કર્યું છે. EOI મંગાવવાની પ્રક્રિયા 31 ઓક્ટોબર 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ RCLને દેવામુક્ત કરવાની છે. મનિટાઈઝેશનની પ્રક્રિયા કમિટી ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ તથા ડિબેન્ચર ટ્રસ્ટી વિસ્ટ્રા ITCL ઈન્ડિયા લિમિટેડના હેઠળ હશે.
સુત્રોએ જણાવ્યું કે, રિલાયન્સ કેપિટલે રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિં.થી બહાર નીકળવાનો પ્રસ્તાવ છે. રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સની ભરપાઈ થયેલી રકમ 30 સપ્ટેમ્બર 2020 સુધી 252 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત કંપનીનો ઈરાદો રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં પણ 51 ટકા ભાગીદારી વેચવાનો છે. રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્શ્યોરન્સ જાપાનની સૌથી મોટી જીવન વીમા કંપની નિપ્પનની સાથે સંયુક્ત એન્ટરપ્રાઈઝ છે. તેની ભરપાઈ થયેલી રકમ 30 સપ્ટેમ્બર સુધી 1196 કરોડ રૂપિયા હતી.
આ સાથે જ રિલાયન્સ કેપિટલની યોજના પોતાના બ્રોકિંગ એકમ રિલાયન્સ સિક્યોરિટીઝ અને રિઝર્વ બેંકની પાસે નોંધાયેલ નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપની રિલાયન્સ ફાયનાન્શિયલ લિ.માં 100 ટકા ભાગીદારી વેચવાની છે. આ ઉપરાંત કંપની રિલાયન્સ હેલ્થ ઈન્શ્યોરન્સ તેમજ અન્ય પીઈ રોકાણ નાફા ઈનોવેશંસ પ્રાઈવેટ લિ. અને પેટીએમ ઈ કોમર્સ પ્રાઈવેટ લિ.થી પણ બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે. RCLએ રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન લિ.માં 49 ટકા ભાગીદારી વેચવાનો પ્રસ્તાવ કર્યો છે. ઈન્ડિયન કોમોડિટી એક્સચેન્જમાં કંપનીની 20 ટકા ભાગીદારી છે. કંપની તેનું પણ વેચાણ કરવા જઈ રહી છે.

Previous articleઅમેરિકામાં આજે નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે.
Next articleકેન્દ્ર સરકારે કહ્યું કે બેસિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ પર કોઇ સેવા ફી લેવામાં આવતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here