South-Gujarat

અંકલેશ્વર એ.પી.એમ.સી. શાક માર્કેટમાં બંધ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો

શાકભાજીના છૂટ્ક વેચાણ કરતાં પથારાવાળા સહિત લારીઓ બંધ રહી

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વયંભૂ લોકડાઉન અપાતાં આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવા બંધ રહી હતી. જો કે એ.પી.એમ.સી. શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.
શનિવાર સાંજે 6 કલાકથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ
અંકલેશ્વર શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા દ્વારા નાઈટ કરફ્યુ બાદ ગતરોજ સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરી હતી. શનિવાર સાંજે 6 કલાકથી સોમવારના રોજ સવારે 6 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવા વેપારીઓ અને ધંધાદારી અને નાગરિકોને આગ્રહ કર્યો છે.
ત્યારે અંકલેશ્વરની વિવિધ શાક માર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકોએ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ જાળવી બિન્દાસ્ત જોવા મળ્યા હતા. જે બાદ રવિવારના રોજ એ.પી.એમ.સી.શાક માર્કેટમાં બંધ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. વેપારીઓ અને ગ્રાહકોએ માસ્ક તો પહેર્યું હતું. પરંતુ તે દાઢીના નીચે જોવા મળ્યું હતું. જ્યારે ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખી કોરોના સંક્રમણ થાય તે રીતે ખરીદી કરતાં નજરે પડ્યા હતા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.