Crime

અંકલેશ્વર ઇકો કાર ચોરી ભાગતાં યુવાનો નો ડ્રાયવરે પીછો કરતાં એક લુંટારૂ નદી માં છલાંગ લગાવી

અંકલેશ્વર માં કાર લુંટીને ભાગી રહેલાં બે લુંટારૂ ઓ પૈકી એક એ અમરાવતી નદીના બ્રિજ પરથી નીચે ઝંપલાવી દેતાં તેને ગંભીર ઇજા પહોંચી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે થી કાર લુંટી ભાગી રહેલાં બે પૈકી એક લુંટારૂ પકડાય જવાની બીકે બ્રિજ પરથી નીચે કુદી જતાં ગંભીર રીતે ઘવાયો હતો

બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસેથી બે યુવાનો એ કાર ભાડે કરી હતી કાર મોસાલી પાટીયા પાસે પહોંચી ત્યારે કારમાં સવાર બંને યુવાનો એ ડ્રાયવર યોગેશ વસાવા ના ગળા પર ચપ્પુ મુકી દીધું હતું અને યોગેશ ને કારમાં થી ફેંકી દીધો હતો યોગેશે હિમંત હાર્યા વિના અન્ય કાર માં ઇકો કાર નો પીછો કર્યો હતો અમરાવતી નદીના પુલ પાસે ઇકો કારને આંતરી લેવામાં આવી હતી બંને લુંટારૂ ઓ ઇકો કાર મુકી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો દરમ્યાન એક લુંટારૂ નાસી છુટવામાં સફળ રહયો હતો જયારે અન્ય એક લુંટારૂ ભાગવામાં સફળ ન થતાં તેણે બ્રિજ પરથી નીચે છલાંગ મારી દીધી હતી. બનાવની જાણ થતાં ઝઘડીયાના પીઆઇ પી.એમ.વસાવા સ્થળ પર દોડી આવ્યાં હતાં અને પોલીસ કાફલા એ ગંભીર રીતે ઘવાયેલાં લુંટારૂને સારવાર માટે ખસેડયો હતો બનાવ સંદર્ભમાં અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.