Home South-Gujarat અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ગણપતિ વિસર્જન અંગે કુત્રિમ તળાવ ની કામગીરી હાથ...

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ગણપતિ વિસર્જન અંગે કુત્રિમ તળાવ ની કામગીરી હાથ ધરી

94
0

જળકુંડ બાદ ભીડભંજન હનુમાનજી મંદિર પાછળ કુત્રિમ તળાવ બનાવવાની કામગીરી પુરજોશ માં કુત્રિમ તળાવ માં મંડળો તેમજ ઘરમાં પ્રસ્થાપિત ગણેશ પ્રતિમા નું વિસર્જન કરવામાં આવશે
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ગણપતિ વિસર્જન ને ધ્યાને લઇ જળકુંડ સિવાય હાંસોટ રોડ ઉપર ભીડભંજન હનુમાનજી મંદિર પાછળ તળાવ ની બાજુમાં કુત્રિમ તળાવ બનાવવા ની કામગીરી હાથ ધરી છે.




ગણપતિ વિસર્જન ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગર પાલિકા સભાખંડ ખાતે પાલિકા અને તાલુકા વહીવટી તંત્ર તેમજ ગણેશ મંડળો ના આયોજકો તથા પોલીસ વિભાગ ની મળેલી બેઠક માં ગણપતિ વિસર્જન અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગણેશ મંડળ ના આયોજકો ને જળકુંડ માં વિસર્જન ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું તેમજ ઘરમાં અને પંડાલ માં પ્રસ્થાપિત બે ફૂટ ની મૂર્તિ ને ઘર આંગણે વિસર્જન કરવા અંગે જણાવ્યું હતું જો કે જળકુંડ ખાતે વિસર્જન સમયે ઘસારો ન થાય તે માટે નગર પાલિકા દ્વારા જળકુંડ સિવાય હાંસોટ રોડ ઉપર ભીડભંજન હનુમાનજી મંદિર ની પાછળ રામકુંડ જવા ના રોડ પર તળાવ ની બાજુમાં કુત્રિમ તળાવ બનાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કુત્રિમ તળાવ માં ઘર માં પ્રસ્થાપિત અને પંડાલ માં પ્રસ્થાપિત ગણપતિ ની પ્રતિમા નું વિસર્જન કરવા ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here