અંકલેશ્વર રૂરલ પો.સ્ટે . પાર્ટ- A ગુ.ર.નં .૧૧૧૯૯૦૦૬૨૧૦૩૬૪/૨૦૨૧ IPC કલમ ૩૦૨ તથા GP ACT કલમ ૧૩૫ મુજબનો ગુનો તા .૧૩/૦૪/૨૦૨૧ કલાક : ૦૧/૧૦ વાગે દાખલ થયેલ જે ગુનાના કામના આરોપી સચિન ઉર્ફે શુશીન્દર રવિભાઇ વસાવા ફરીયાદીબેનના પતિ મરનાર પરવેઝ શહેરી ના ઓ પાસે હાથમાં ચપ્પ લઇ આવી કહેવા લાગેલ જે તુ કેમ અમારા ગલ્લાએથી રૂપીયા ૩૦૦/- નું ઉધાર લીધેલ જે પૈસા આપતો નથી તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી સચિન વસાવાએ તેના હાથમાનું ચણ્યું પરવેઝ શહેરના ડાબા હાથના પંજાની આંગળીઓના ભાગે તથા ગરદનની ડાબી બાજુ મારી દઇ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ હતો જે ગુના સબંધે શ્રી હરીકૃષ્ણ પટેલ, પોલીસ મહાનીરીક્ષક શ્રી , વડોદરા રેન્જ વડોદરા તથા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકશ્રી , ભરૂચ તથા શ્રી ચિરાગ દેસાઇ , નાયબ પોલીસ અધિક્ષકશ્રી , અંકલેશ્વર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ I/C પો.ઇન્સ શ્રી પી.આર. ગઢવી દ્વારા તપાસ કાર્યવાહી કરતા આરોપી સચિન ઉર્ફે શુશીન્દર રવિભાઇ વસાવા રહે.પાનોલી , વીસ કોલોની , તા.અંક્લેશ્વર , જી.ભરુચવાળો ઉપરોક્ત ગુનો કરી નાસી ગયેલ હોઇ તહોદારને ટુંક સમયમાં જ તા : ૧૩/૦૪/૨૦૨૧ કલાક : ૧૬:૦૦વાગે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .
ઉપરોકત કામગીરી I/C પો.ઇન્સ શ્રી પી.આર. ગઢવી તથા એ , એસ , આઇ હરેન્દ્રભાઇ ભીખાભાઈ બ.નં ૧૩૬૭ તથા અ.હે.કો શૈલેષભાઇ પાંચીયાભાઈ બ.નં .૯૯૯ તથા અ.પો.કો મહેંદ્રસિંહ લક્ષ્મણસિંહ બ.નં ૧૦૬૯ તથા અ.પો.કો અનિરુધ્ધભાઇ વલકુભાઈ બ.ને ૧૦૨૯ તથા આ.હે.કો રણજીતભાઇ ચતુરભાઇ બ.નં ૮૧૭ તથા અ.હે.કો અનિલભાઇ રામજીભાઈ બ.નં ૧૯૭૭ તથા અ.પો.કો લાલજીભાઇ વજેશી બ.નં ૧૧૮૪ તથા અ.પો.કો સુનિલભાઇ રમેશભાઈ બ.ન ૧૭૮૪ નાઓ દ્વારા કરવામાં આવેલ છે .
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.
Home Crime અંકલેશ્વર રૂરલ પો.સ્ટે વિસ્તારના પાનોલી ગામે બનેલ ખુનના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં...