Home Corona-live ડાંગ જિલ્લામાં આજ રોજ વધુ 11 પોઝિટિવ કેસો સામે આવ્યા.

ડાંગ જિલ્લામાં આજ રોજ વધુ 11 પોઝિટિવ કેસો સામે આવ્યા.

104
0


આ 11 પોઝીટીવ દર્દીઓમાંથી આહવાનાં 38 વર્ષીય કર્મચારીનું કોરોનાનાં પગલે મોત નિપજતા જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 07 પોહચ્યો.

જ્યારે ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાએ ત્રેવડી સદી પાર કરતા કુલ આંકડો 305 પર પોહચ્યો છે…પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે કોરોનાનો કાળો કહેર દિવસે ને દિવસે ઘાતક બની રહયો છે.હાલમાં ડાંગ જિલ્લામાં વિસ્ફોટક સ્થિતિમાં કોરોનાનાં કેસો વધી રહયા છે.દિનપ્રતિદિન વધી રહેલ કેસોનાં પગલે જિલ્લાની સ્થિતિ ચિંતાજનક હાલતમાં ફેરવાઈ છે.ડાંગ જિલ્લામાં આજરોજ લહાનઝાડદરનો 35 વર્ષીય યુવાન,આમસરવળનની 20 વર્ષીય યુવતી,ધૂળચોંડનો 60 વર્ષીય વૃદ્ધ,સોડમાળની 22 વર્ષીય યુવતી,સુબિરની 35 વર્ષીય મહિલા,સુબિરનો 23 વર્ષીય યુવાન,નવચેતન હાઇસ્કુલ ઝાવડાની 17 વર્ષીય તરૂણી,નવચેતન હાઇસ્કુલ ઝાવડાની 16 વર્ષીય તરૂણી,નવચેતન હાઇસ્કુલ ઝાવડાની 16 વર્ષીય તરૂણી,નવચેતન હાઇસ્કુલ ઝાવડાનો 17 વર્ષીય તરૂણનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગે વધુ તજવીજ હાથ ધરી હતી.જ્યારે આહવાનાં પી.ડબ્લ્યુ.ડી.કોલીનીમાં રહેતા 38 વર્ષીય યુવક કર્મચારીને કોરોના ભરખી જતા જિલ્લામાં કુલ મૃત્યુનો આંકડો 07 પર પોહચ્યો છે.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ આંકડો 305 પર પોહચતા ત્રેવડી સદી પાર કરી ચુક્યો છે.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 252 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જતા તેઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 53 જેટલા કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.ડાંગ જિલ્લામાં એક્ટિવ કેસો પૈકી 15 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, 2 દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (આયુર્વેદિક હોસ્પિટલ), અને 36 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે.જિલ્લામાં “કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 687 વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે.જ્યારે 7457 વ્યક્તિઓનાં હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.જિલ્લામાં આજની તારીખે કુલ 57 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે.જેમા 222 ઘરોને આવરી લઈ 1013 વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે.જ્યારે 56 બફર ઝોન (એક્ટિવ)માં 344 ઘરોને સાંકળી લઈ 1522 લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 175 RT PCR અને 128 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 303 સેમ્પલો કલેક્ટ કરાયા છે.જે પૈકી 175 RT PCRનાં રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે.જિલ્લામા આજદિન સુધી કુલ 42,111 લોકોના સેમ્પલ એકત્ર કરાયા છે. જે પૈકી 305 વ્યક્તિઓના રિપોર્ટ પોઝેટિવ નોંધાવા પામ્યા છે…


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here