Home Ahmedabad અકસ્માતો માટે પંકાયેલ AMTS બસનો એસજી હાઈવે પર વધુ એક અકસ્માત, યુવકનું...

અકસ્માતો માટે પંકાયેલ AMTS બસનો એસજી હાઈવે પર વધુ એક અકસ્માત, યુવકનું કમકમાટીભર્યું મોત

36
0

અમદાવાદમાં એએમટીએસ બસનો હવે લોકોને રીતસરનો ડર લાગવા લાગ્યો છે. દરરોજ AMTS કે BRTS બસો બેફામ હંકારીને અસ્માત સર્જાતા હોય છે અને તેમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે આજે સવારે પણ અમદાવાદના એસજીહાઈવે નજીક એક AMTS બસે અકસ્માત સર્જયો છે. જેમાં એક યુવકનું મોત ઘટના સ્થળે જ થયું છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે AMTS બસે અકસ્માત સર્જયો છે. જેમાં રોડ પર બાઈક લઈને જતા યુવકનું મોત થયું છે. એસજી હાઈવે પર દોડતી AMCની રૂટ નંબર 501ની બસે આ અકસ્માત સર્જયો છે. જેમાં બસીદખાન નામના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
અકસ્માત સર્જવા માટે AMTSની બસો પંકાયેલી છે. આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં બસોએ 14 વર્ષમાં 10,789 અકસ્માત કર્યા છે. છેલ્લાં 14 વર્ષમાં એએમટીએસ બસના કુલ 10879 અકસ્માત થયા છે, જેમાં 223 નાગરિકોના જીવ ગયા છે. એટલે કે 14 વર્ષના કુલ 5110 દિવસ મુજબ દરરોજ 2 થી વધુ નાના-મોટા અકસ્માતતો થયા જ છે. આ આંકડો અત્યંત ચોંકાવનારો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 27 ઓગસ્ટના રોજ શહેરના વૈષ્ણવ દેવી સર્કલ પાસે AMTS બસ બ્રેક ફેઇલ થઇ જતાં ખાડામાં ખાબકી હતી. જો કે ડ્રાઇવરની સમયસૂચકતાા કારણે મોટી જાનહાનિ ટળી હતી. બસની બ્રેક ફેઇલ થઇ જતાં ડ્ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસને સાઇડમાં કરી જેથી રોડ પર જતાં લોકોને નુકસાન ન પહોંચે જો કે અચાનક બસની બ્રેક ફેઇલ થતાં બસ ખાડામાં ઉતરી ગઇ હતી. જેમાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા.


Previous articleપ્રખ્યાત લોકગાયક હેમંત ચૌહાણે સ્ટુડીયો માલિકને આપી ધમકી, અટકાયત બાદ છોડી મુકાયા
Next article‘ગુરૂજીને ગાદલૂ ગિફ્ટ કરવું છે’ કહીને અમદાવાદમાં ગ્રાહકના સ્વાંગમાં લૂંટ, વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here