કોરોનાનો કહેર તો ગુજરાત માં ઓસરી રહ્યો છે, પરંતુ થોડાક દિવસ પહેલા ગુજરાત ભાજપ ના વધુ એક નેતા કોરોના ની ઝપેટમાં આવ્યાં હતા. જેમને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટ ના સાંસદ મોહન કુંડારીયા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, સાંસદે બે વખત ટેસ્ટ કરાવ્યા બાદ પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બાદમાં RT-PCR ટેસ્ટ કરાવતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ આજે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કોરોનાને માત આપી દીધી છે. અમદાવાદની સીમ્સ હોસ્પિટલ (Sims Hospital, Ahmedabad) માંથી હાલ ડિસ્ચાર્જ કરાયા છે.
ગુજરાતના સાંસદ કોરોનાથી સંક્રમિત થતાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ કોરોનાની સારવારમાં સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ થઈ મોરબી પહોંચી ગયા છે. તબીબોએ સાંસદ મોહનભાઈ કુંડારિયાને આરામ કરવાની સલાહ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સાંસદ મોહન કુંડારીયાને રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સાંસદે સોશિયલ મીડિયાના માધ્યમથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. જાણવા મળી રહ્યું છે કે છેલ્લા ઘણાં દિવસથી ચાલતા ભાજપના કાર્યક્રમમાં મોહન કુંડારિયા હાજર રહ્યાં હોવાથી સંપર્કમાં આવેલ અનેક નેતાઓમાં સંક્રમણનો ખતરો હોવાનું જણાવ્યું હતું અને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી.