Home International કોરોના નું બીજું એક લક્ષણ સામે આવી રહ્યું છે.

કોરોના નું બીજું એક લક્ષણ સામે આવી રહ્યું છે.

1
0

કોરોના વાયરસ  ટેસ્ટની પહેલાં શરૂઆતના લક્ષણોથી જ સંક્રમિત વ્યક્તિની ઓળખ કરાય છે. મુખ્ય લક્ષણ તાવ, ખાંસી, શરદી, ઉધરસ, ગળામાં ખરાશ મુખ્ય લક્ષણો છે. આ લક્ષણોના આધારે અત્યાર સુધી સંક્રમિત લોકોની પુષ્ટિ થઈ છે પરંતુ હવે કોરોના નું બીજું એક લક્ષણ સામે આવી રહ્યું છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ટિમ સ્પેક્ટરે કોરોના લક્ષણોમાં ‘કોરોના ટંગ’ નો સમાવેશ કરવાની માંગ કરી છે.
જીભમાં ઘા, સોજો અને મોંમાં ચાંદા પડી જવા
સ્વાસ્થય સંબંધિત ગાઇડલાઇન અને રોગોના લક્ષણ અને દવા અંગે રિસર્ચ અને અને નિયમ નક્કી કરનાર સંસ્થા (NHS)થી પ્રોફેસર ટિમ સ્પેકટરે કહ્યું કે ‘કોરોના ટંગ’ (Corona Tongue) એટલે કે ‘કોરોના જીભ’ને કોરોના વાયરસના સત્તાવાર લક્ષણ તરીકે જાહેર કરે. જો આમ નહીં થાય તો અજાણતા કોરોના સંક્રમિત વ્યક્તિને સમયસર સારવાર મળી શકશે નહીં અને સંક્રમણ ઝડપથી ફેલાતું રહેશે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ટિમ સ્પેક્ટરનો દાવો છે કે ચેપગ્રસ્ત લોકોની વધતી સંખ્યામાં જીભમાં ઘા, સોજો અને મોમાં ચાંદા પડવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
અત્યાર સુધીમાં માત્ર ત્રણ લક્ષણ છે જાહેર
કોવિડ લક્ષણના ઓપ્શન કોવિડ સિસ્ટમ્સ ટ્રેકર એપમાં ના હોવાના લીધે સંક્રમિત વ્યક્તિ પોતાની માહિતી ઇચ્છીને પણ સરકાર સુધી પહોંચાડી શકતું નથી. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ પ્રોફેસર સ્પેક્ટે ચેતવણી આપી છે કે 20 ટકા સંક્રમિત લોકો નજરઅંદાજ કરતાં યોગ્ય સમય પર સારવાર વગર રહી શકે છે, આ સંક્રમણને ઝડપથી ફેલાવાનો મોટો કારણ બની શકે છે. NHS વર્તમાનમાં માત્ર સંક્રમણના ત્રણ લક્ષણોને જ માને છે- તાવ, સતત ઉધરસ અને ગંધ કે સ્વાદ જતો રહેવો એટલે કે આ લક્ષણોવાળા વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઇ શકે છે. એવામાં આ લોકોને જ આઇસોલેટ કરાશે અને ટેસ્ટ કરાશે.

Previous articleભારત અને ચીન ની વચ્ચે નવ મહિનાથી ચાલી રહેલા તણાવનું સમાધાન નીકાળવાનું છે.
Next articleભરૂચ સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસ તેમજ એલસીબી પોલીસને આરોપીઓની ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here