Home South-Gujarat અંકલેશ્વર તાલુકા પોલીસ મથક માં પત્રકારો સાથે થયેલા ગેર વર્તન ના મુદ્દે...

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક માં પત્રકારો સાથે થયેલા ગેર વર્તન ના મુદ્દે પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર નું આવેદન પત્ર

2
0

વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ ને લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી
એક તરફ પોલીસ પ્રજાનો મિત્ર નો અભિગમ તો બીજી તરફ પ્રજા પ્રતિનિધિ એવા પત્રકારો સાથે અભદ્ર વ્યવહાર ને લઇ રજૂઆત કરાઈ
અંકલેશ્વર તાલુકા પોલીસ મથક માં પત્રકારો સાથે થયેલા ગેર વર્તન ના મુદ્દે પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ ને લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી
.


અંકલેશ્વર ખાતે ગતરોજ માટીએડ હત્યાકાંડ ના આરોપી નું કવરેજ લેવા પહોંચેલા પત્રકારો સાથે પોલીસ કર્મચારી અને અધિકારીઓ દ્વારા ગેર વર્તન કર્યું હતું તો પોલીસ કર્મી દ્વારા અભદ્ર વાણી નો ઉપયોગ કર્યો હતો જેને લઇ સમાચાર નો બહિષ્કાર કરવામાં આવ્યો હતો આ અંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ ને પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર ના માધ્યમ થી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા વારંવાર થતી પત્રકારો સાથે ના વર્તન અંગે વાકેફ કર્યા હતા અને પોલીસ કામગીરી સહયોગી બની તેની સાથે સમન્વય જાળવી કામગીરી કરતા પત્રકારો સાથે આવા વર્તન વારંવાર ન થાય તેમજ પોલીસ દ્વારા પત્રકારો સાથે તાદાત્મ્ય કેળવી કામગીરી કરવા રજુઆત કરાઈ હતી અને પોલીસ કર્મચારીઓ દ્વારા જે અભદ્ર વાણી વિલાસ કર્યો હતો. તે બાબતે તેની સામે પગલાં ભરવા માંગ કરી હતી. આ વખતે પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વર ના પ્રમુખ દેવાનંદ જાદવ તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleરાજપીપળા અવધૂત મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 52 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું
Next articleચોરી ની ૩૧ મોટર સાયકલ રિકવર કરી આંતરરાજ્ય વાહન ચોર ટોળકી નો પર્દાફાશ કરતી રાજપારડી પોલીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here