South-Gujarat

દાહોદના સદ્દગૃહસ્થ દ્વારા આરોગ્યસેનાની માટે સવાસો પીપીઇ કિટ્સનું દાન

કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા આરોગ્યસેનાનીઓને કામ આવે એવા ઉદ્દાતભાવથી દાહોદના એક સદ્દગૃહસ્થએ જિલ્લા વહીવટી તંત્રને સવાસો પીપીઇ કિટ્સનું દાન કર્યું હતું. કલેક્ટરશ્રી વિજય ખરાડીએ આ દાન સ્વીકારી દાતા પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી.
દાહોદના સદ્દગૃહસ્થ શ્રી હિમાંશુભાઇ નાગર અને તેમના ધર્મપત્ની શ્રીમતી ચેતનાબેન નાગરએ હનુમાન જયંતિના દિને પોતાના દામ્પત્ય જીવનના ૨૧ વર્ષ થવાના નિમિત્તે કશુ પરમાર્થ કરવાના ભાવ સેવી રહ્યા હતા. એટલે, તેમણે અંદાજે રૂ. ૨૧ હજારની કિંમતની સવાસો પીપીઇ કિટ્સ ખરીદ કરી હતી અને તેમના આરોગ્યસેનાનીના ઉપયોગ માટે કલેક્ટરશ્રીને આજે અર્પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.