Home International વોલેન્ટિયર્સમાં એટલી એન્ટીબોડીઝ ડેવલપ થઇ જેટલી COVID-19ના એક ગંભીર કેસની રિકવરી થવા...

વોલેન્ટિયર્સમાં એટલી એન્ટીબોડીઝ ડેવલપ થઇ જેટલી COVID-19ના એક ગંભીર કેસની રિકવરી થવા પર બને છે.

2
0

જર્મન બાયોટેક કંપની CureVacએ દાવો કર્યો છે કે તેની કોવિડ-19 રસી (Covid-19 Vaccine) મનુષ્ય (Human) પર અસરકારક સાબિત થઈ છે. આ દાવો રસીના છેલ્લાં તબક્કાના 1 ડેટાના આધારે કરવામાં આવ્યો છે. CureVacના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફ્રૈન્ઝ-વર્નર હાજ એ એક નિવેદનમાં કહ્યું કે, અમે આ ડેટાથી ખૂબ જ ઉત્સાહિત છીએ. કંપની 2020ના અંત સુધીમાં રસીનું મોટાપાયે હ્યુમન ટ્રાયલ શરૂ કરવાનું વિચારી રહી છે. CVnCoV નામની રસી શરૂઆતના ટ્રાયલમાં સફળ રહી છે. વોલેન્ટિયર્સમાં એટલી એન્ટીબોડીઝ ડેવલપ થઇ જેટલી COVID-19ના એક ગંભીર કેસની રિકવરી થવા પર બને છે. દુનિયાભરમાં કોરોના વાયરસની 150થી વધુ રસી પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી 10 એડવાન્સ સ્ટેજ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઇ રહી છે.
બીજા ડોઝ બાદ નાનકડી આડઅસર
CureVacના જણાવ્યા અનુસાર ફેઝ 1 ના અભ્યાસમાં અત્યાર સુધી 250થી વધુ લોકો સામેલ થઇ ચૂકયા છે. આ રસીથી કદાચ T સેલ્સ પણ જનરેટ કર્યા છે, પરંતુ કંપનીએ કહ્યું હતું કે વિશ્લેષણ હજી ચાલુ છે. રસીની આડઅસરો મોટે ભાગે બીજા ઇન્જેક્શન પછી જોવા મળ્યા. કંપનીના જણાવ્યા અનુસાર કેટલાકમાં થાક, માથાનો દુ:ખાવો, માંસપેશીઓમાં દુ:ખાવો અને તાવ જેવી આડઅસરો 24 થી 48 કલાકમાં દૂર થઈ ગઈ છે.
mRNA અભિગમ પર આધારિત છે આ રસી
CureVac રસી એ જ મેસેંજર આર.એન.એ (mRNA) અભિગમનો ઉપયોગ કરે છે જેમકે બીજી કેટલીય રસીઓ કરી રહી છે. અમેરિકન કંપની મોડર્નાની રસી પણ mRNA આધારિત છે. તદઉપરાંત ફાઇઝર અને તેની જર્મન ભાગીદાર બાયોએનટેકની રસી પણ આ અભિગમ પર આધારિત છે.
mRNA રસી કેવી રીતે કામ કરે છે?
કોરોના માટે રસી બનાવવાની હોડ લાગી છે. નવા-નવા પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. mRNA આવો જ એક પ્રયોગ છે. આજ સુધી દુનિયામાં આ એપ્રોચ પર આધારિત કોઇ રસીને મંજૂરી મળી નથી. નોર્મલ રસી શરીરને વાયરસ કે બેકટેરીયાના બનાવેલા પ્રોટીન્સને ઓળખવામાં અને લડવા માટે તૈયાર કરે છે. તેનાથી વિપરિત, mRNA રસી બોડીને ચકમો આપીને જાતેજ જ વાયરલ પ્રોટીન્સ બનાવડાવે છે. ઇમ્યુન સિસ્ટમ આ પ્રોટીન્સને ડિટેક્ટ કરે છે અને તેના પ્રતિ ડિફેન્સિવ રિસપોન્સ તૈયાર કરવા લાગી જાય છે.
મોટાભાગની કંપનીઓએ ટ્રેડિશનલ એપ્રોચ અપનાવ્યો છે
કોરોના વેકસીન માટે mRNA એપ્રોચનો રસ્તો થોડીક જ કંપનીઓએ પસંદ કર્યો છે. મોટાભાગની પ્રાયોગિક રસી પરંપરાગત પદ્ધતિઓ પર આધારિત છે. બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા એ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને રે રસી બનાવી છે તે કોઇ બીજા વાયરસ પર આધારિત છે. ભારતમાં વિકસિત થતી Covaxin પણ SARS-CoV-2ના જ એક સ્ટ્રેનનને આઇસોલેટ કરીને બનાવી છે.

Previous articleબિહાર વિધાનસભા માટે ત્રીજી નવેમ્બરે એટલે કે આજે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે.
Next articleચીનમાં એક 29 વર્ષના બો નામના વ્યક્તિની ધરપકડ કરી લેવાઇ છે,.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here