Home Gujarat અમદવાદના ગોમતીપુર વિસ્તાર માં રહેતા સાત જેટલા દર્દીઓને સારવારના નામે છેતરપિંડી ...

અમદવાદના ગોમતીપુર વિસ્તાર માં રહેતા સાત જેટલા દર્દીઓને સારવારના નામે છેતરપિંડી કરવામાં આવી હતી.

9
0

અમદવાદ (Ahmedabad)માં કોરોના દર્દી (Corona patients)ઓને છેતરવાનું કે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને 5 કે 6 દિવસ સારવાર આપીને 15 દિવસ રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવે છે. ઓઢવ એ વસ્ત્રાલની હોસ્પ્ટિલમાં ગોમતીપુરના સાત દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
અમદવાદના ગોમતીપુર વિસ્તાર (Gomtipur Area)માં રહેતા સાત જેટલા દર્દીઓને સારવારના નામે છેતરપિંડી (Fraud) કરવામાં આવી હતી. 25 ઓગસ્ટના રોજ કોરોના ચેક અપ દરમિયાન સંક્રમણ હોવાના લીધે ઓઢવની સી.યુ.એચ અને વસ્ત્રાલની અવધ હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા. જ્યાં તેઓને 1 અને 2 સપ્ટેમ્બરના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.
કોરોના દર્દીઓને સારવારના નામ પર પણ ફક્ત ગરમ પાણી એને એક ટેબ્લેટ જ આપવામાં આવી હતી. કેટલાક દર્દીઓ પાસે દવા પેટે 900 રૂપિયા પણ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બંને ખાનગી હોસ્પિટલ અને દડેટામાં અને ડિસ્ચાર્જ ફાઈલમાં તારીખો અલગ અલગ છે. ગોમતીપુર કોર્પોરેટર આફરીન પઠાણે અધિકારીઓ અને ખાનગી હોસ્પિટલનો ભ્રષ્ટાચાર ગણવ્યો હતો.
ખાનગી હોસ્પિટલમાં અગાઉ પણ આવા ઘણા કિસ્સઓ સામે આવ્યા છે. કોરોના મહામારીમાં દર્દીઓને છેતરવામાં આવી હોસ્પિટલો સહેજ પણ ખચકાતી નથી. ત્યારે આ બંને હોસ્પિટલ સામે કેવા પગલાં લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું.


Previous articleશહેરમાં આવેલ ચાંદખેડા પોલીસ મથકમાં PI શહિત 21 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા.
Next articleMDHના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટી નું હાર્ટ એટેક નિધન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here