Home Corona-live આજની સ્થિતિએ ભરૂચ જિલ્લામાં કોરોનાના ૫૩ પોઝીટીવ કેસ

આજની સ્થિતિએ ભરૂચ જિલ્લામાં કોરોનાના ૫૩ પોઝીટીવ કેસ

89
0

ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.૨૦/૦૪/૨૦૨૧ રોજ ૦૪:૦૦ કલાક સુધીમાં ૫૩ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૫૫૧૭ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૨૦/૦૪/૨૦૨૧ ના રોજ ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના – ૧૨૪૧ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૫૫૧૭ પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૪૪ દર્દીના મરણ થયેલ છે તથા ૪૧ વ્યક્તિઓ સાજા થતાં ૪૩૧૯ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૧૧૫૪ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
ભરૂચ જિલ્લામાં સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કુલ-૧૧૨૩ વ્યક્તિઓને રસીકરણ કરતાં આજદિન સુધી કુલ-૨૦૦૭૨૮ વ્યક્તિઓને કોવિડ-૧૯ નું રસીકરણ કરવામાં આવેલ છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here