Home South-Gujarat કોરોનાનું સંક્રમણ વધતા ડાંગ જિલ્લા વહીવટીતંત્રની ટીમ હરકતમાં ,ઓક્સિજન બેડ તૈયાર કરવા...

કોરોનાનું સંક્રમણ વધતા ડાંગ જિલ્લા વહીવટીતંત્રની ટીમ હરકતમાં ,ઓક્સિજન બેડ તૈયાર કરવા માટે કામગીરી શરૂ કરાઈ.

85
0

ડાંગ જિલ્લામાં કોરોનાનાં સંક્રમણમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.જેને લઈ તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરે જણાવ્યું છે કે સરકારની સહાયથી જિલ્લામાં ઝડપથી RT PCR લેબ તૈયાર થઈ રહી છે.ડાંગ જિલ્લામાં વધતા કેસોને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.સાથે જિલ્લામાં પૂરતા પ્રમાણમાં બેડ,ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.સાથે સરકારની સહાયથી જિલ્લામાં ઝડપથી RT PCRની લેબ તૈયાર થઈ રહી છે.ગુજરાત રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાથી બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે.આ ઉપરાંત કોરોનાની બીજી લહેર દરમિયાન મુત્યુનાં કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે.જેને લઈ ડાંગ વહીવટી તંત્ર હરકતમાં આવી કોરોનાની સારવાર માટે તમામ વ્યવસ્થાઓની સગવડ કરવા ઝડપી કામગીરીમાં લાગ્યુ છે.ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કારણે કુલ 320 કેસો નોંધાયા છે.જેમાં એક્ટિવ કેસો 52 છે.તેમજ ડિસ્ચાર્જ થયેલ કુલ 268 લોકો છે. કોરોનાનાં કારણે 12 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ત્યારે જિલ્લાની 3 સી.એચ.સી હોસ્પિટલમાં દરેક હોસ્પિટલ દીઠ 10-10 ઑક્સિજન બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.જે અઠવાડિયામાં તૈયાર થઈ જશે એમ ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે જણાવ્યુ હતુ.આહવા કોવિડ હોસ્પિટલમાં 100 અને સી.એચ.સીમાં 100 એમ કુલ 200 બેડ કોરોના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવેલ છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતુ કે ડાંગ જિલ્લામાં જિલ્લામાં RT PCR લેબ હતી નહિ પરંતુ સરકારની સહાયથી RT PCR ટેસ્ટ ઝડપથી તૈયાર થઈ રહી છે.ડાંગ જિલ્લામાં આજરોજ વધુ 07 જેટલા કેસો નોંધાતા કુલ આંકડો 320 પર પોહચ્યો છે.
ડાંગ જિલ્લામાં આજરોજ આહવાની 52 વર્ષીય મહિલા,વઘઇ ખાતેનો 52 અને 67 વર્ષીય પુરૂષ, સાવરદાનો 55 વર્ષીય પુરુષ,બોરીગાંવઠાનો 80 વર્ષીય વૃદ્ધ,વાંઝટઆંબાનો 50 વર્ષીય પુરુષ, તથા ઝરણનો 28 વર્ષીય યુવક પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રએ વધુ તજવીજ હાથ ધરી હતી. ડાંગ જિલ્લામાં આજરોજ કોરોનાનાં પગલે 02 મૃત્યુનાં કેસો નોંધાતા કુલ મૃત્યુઆંક 12 પર પોહચ્યો છે.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 268 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ 52 દર્દીઓ એક્ટીવ હોય સારવાર હેઠળ રખાયા છે…
શેખર ખેરનાર ડાંગ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here