Home South-Gujarat ડાંગ જિલ્લાનાં આરોગ્યમાં કામ કરતી આશા વર્કરોએ આવેદન પત્ર આપી બાકી પગાર...

ડાંગ જિલ્લાનાં આરોગ્યમાં કામ કરતી આશા વર્કરોએ આવેદન પત્ર આપી બાકી પગાર ચુકવવા પગારમાં વધારો કરવાં અને પોત્સાહીત રકમમાં વધારો કરવાં માંગ કરાઈ

8
0

ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને ગુજરાત લેબર યુનિયન નાં માર્ગ દર્શન હેઠળ અને ડાંગ જિલ્લાનાં આરોગ્યમાં કામ કરતી આશા વર્કરોએ આવેદન પત્ર આપી બાકી પગાર ચુકવવા પગારમાં વધારો કરવાં અને પોત્સાહીત રકમમાં વધારો કરવાં માંગ કરાઈ છે
ડાંગ જિલ્લા પચાયત નાં આરોગ્ય વિભાગ હસ્તક ગામડાઓમાં આશા વર્કર તરીકે કામગીરી કરતી આશા વર્કરો તથા ગુજરાત લેબર યુનિયન સાથે આજરોજ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી ને રૂબરૂ મળી એક આવેદનપત્ર આપ્યું છે જે આવેદનપત્રમાં તેમને જણાવ્યું હતું કે ડાંગ જિલ્લા પચાયતનાં આરોગ્ય વિભાગમાં કામ કરતી આશા વર્કરોને કોવીડ-19 નું મહેનતાણું રૂ.1000 દરેક જિલ્લા આરોગ્ય કેન્દ્ર-તાલુકા કેન્દ્રમાં મહેતાણું ચુકવાયું નથી તથા કોરોનાં મહામારી સમયે ગામડાઓમાં ખડેપગે રહી લોકોને જાગૃત ડાંગ માંથી કોરોનાં વાયરસને હરાવવા મહત્વનો ફાળો આપનાર ડાંગ જિલ્લાનાં આહવા સિવાયની તમામ ગામડાઓની આશા વર્કરોને અનાજકીટ આપવામાં આવી છે.



પરંતુ મુખ્ય મથક આહવામાં કામ કરતી આશા વર્કરોને અનાજની કીટ નહી આપી તેઓ સાથે અન્યાય કરેલ છે તેઓને પણ અનાજ કીટ આપવા માટે માંગણી કરેલ છે પોત્સાહીત રકમ બાકી રહેતાં નાણા ચુકવવા તથા તેમાં વધારો કરવાં માંગણી કરેલ છે ફિકસ પગારમાં વધારો કરવાં માંગ કરી છે વર્ષ 2019 માં મિશન ઈન્દ3 ધનુષ્ટ કામગીરી અને રતનપીઠની કામગીરીનું ચુકવણું આજદિન સુધી ચુકવાયેલ નથી ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જીલ્લા આરોગ્ય કેન્દ્રની આશા વર્કરો અને યુનિયન પ્રતિનિધિ તરફથી રજુઆત કરાઈ છે કે આશા વર્કરોની પડતર માંગણીઓ બાબતે વધુ ગમભીરતા દાખવી ગુજરાત રાજય ની મંત્રી મંડળમાં નિર્ણય કરી જી.આર. કે ઠરાવો પાસ આશા વર્કરો કારમી મોધવારીમાં ન્યાયી તપાસ માંગણીઓનો નિકાલ કરવા અરજ કરી છે આ આવેદનપત્ર જિલ્લા વિકાસ અધિકારી,આરોગ્ય અધિકારી,જિલ્લા પચાયત પ્રમુખ તથા ગુજરાત આરોગ્ય સચિવને પાઠવી વિવિધ માંગણીઓ અને પ્રશ્ર્નો ઊકેલ કરવા માંગ કરાઈ છે,
શેખર ખેરનાર ડાંગ

Previous articleઉમરપાડા ના ઉમરગોટ ગામે ડ્રાઈવરને ઊંઘ નું ઝોકુ આવી જતા સુમુલ ડેરી નુ દૂધ કરેલું ટેન્કર પલ્ટી મારી ગયું.
Next articleવધઈ તાલુકા પચાયત ભાજપ હસ્તકની ખુદ ભાજપી તાલુકા સભ્યએ ડીડીઓને ફરીયાદ કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here