Home Surat ચમારડી નજીક આવેલ ત્રંબોડા ગામે આલખધામ મંદિર ખાતે અષાઢી બીજ ની ઉજવણી...

ચમારડી નજીક આવેલ ત્રંબોડા ગામે આલખધામ મંદિર ખાતે અષાઢી બીજ ની ઉજવણી કરવામાં આવી.

16
0

નેજા ઉત્સવ, પાઠ પુજન, સાધુ સંન્તો ના સામૈયા, સાથે આખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું.
ચમારડી નજીક આવેલ ત્રંબોડા ગામે આલખધામ મંદિર ખાતે અષાઢી બીજ ની ઉજવણી કરવામાં આવી. સવારે નેજો ચડાવવા મા આવ્યો હતો. તેમજ રામદેવપીર ના પાઠ પુજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે રાત્રે રામદેવપીર ના આખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન મંદિર ના મહંત શ્રી વિષ્ણુનાથબાપુ ના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન આલખધામ યુવક મંડળ તેમજ જય ખોડલ રામામંડળ નવું ત્રંબોડા તથા મંડળના પ્રમુખ ભગાભાઇ આહીર, સંચાલક લલીતભાઈ કે. ટાંક તેમજ મંડળના સભ્યો, ગામના આગેવાનો સહિત સમસ્ત ત્રંબોડા ગામે દ્વારા કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં પધારેલા સાધુ-સંતો, મહેમાનો ના સામૈયા કરવામાં આવ્યા હતા‌‌. તેમજ રાજકોટ, સુરત, અમદાવાદ, અમરેલી, સહિત ના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનો, સાધુ-સંતો નું જય ખોડલ રામામંડળ ત્રંબોડા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
તસ્વીર: રાહુલ પરમાર ચમારડી

Previous articleભરૂચ ની નંદેલાવ ખાતે આવેલ આશ્રય સોસાયટી માંથી કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં રથયાત્રા નીકળી.
Next articleઉમરપાડા ના મોટી દેવરુપણ ગામે કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા રસ્તો બે અલગ અલગ ટુકડામાં બનાવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here