Home South-Gujarat હાંસોટ તાલુકાના કતપોર શેલ્ટર હોમ ખાતે ૪૦ બેડ સાથે ટૂંક સમયમાં...

હાંસોટ તાલુકાના કતપોર શેલ્ટર હોમ ખાતે ૪૦ બેડ સાથે ટૂંક સમયમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાશે

84
0

કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લીધી મુલાકાત
તબીબી સ્ટાફના મોનીટરીંગ સાથે દવા અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાશે.


ભરૂચઃ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કતપોર ગામે આવેલા શેલ્ટર હોમ ખાતે ૪૦ બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર ટૂંક સમયમાં કાર્યરત કરાશે. આજે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયને કતપોર ખાતે શરૂ થનાર કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જરૂરી નિરીક્ષણ કરી માર્ગદર્શક સુચનાઓ આપી હતી.
કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાએ અધિકારીગણ સાથે ચર્ચા વિમર્શ અને કોવિડ કેર સેન્ટરની મુલાકાત બાદ જણાવ્યું હતું કે અહીં ૪૦ બેડ ની વ્યવસ્થા છે જેમાં પાણી,ઇલેકટ્રીક,ટોઇલેટ,મેડીકલ સુવિધા સહિત આનુષંગિક તમામ વ્યવસ્થાઓથી સજજ કરવામાં આવેલ છે. તબીબી સ્ટાફના મોનીટરીંગ સાથે દવા અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાશે. કતપોર ગામના આજુબાજુના ૧૫ જેટલા ગામોના લોકો માટે કોવિડ કેર સેન્ટર ખૂબ ઉપયોગી પુરવાર થશે .
મામલતદારશ્રી નેહા પંચાલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ કોવિડ કેર સેન્ટર ખાતે અન્ય સુવિધાઓ પણ ઉભી કરાશે. કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ અને ધરમાં આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લા તંત્ર ધ્વારા શકય પ્રયાસો થઇ રહયા છે તેમ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયનની આ મુલાકાત વેળાએ મામલતદારશ્રી નેહા પંચાલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી રજનીકાંત માણીયા, તાલુકા હેલ્થ ઓફીસર સહિત આરોગ્ય વિભાગના અધિકારી- કર્મચારીઓ અને અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઓલપાડ નગર સ્થિત ઝાંપાફળિયાના રહીશોએ કોરોના સંક્રમણને રોકવા અગમચેતીનાં પગલાં ભર્યા
Next articleડાંગ જિલ્લામા આઠ દર્દીઓને રજા અપાઈ : ફરી કોરોનાને લઈને એક વ્યક્તિનું મૃત્યુ થયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here