લોકડાઉન બાદ ફરી રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુરના પઢારિયા ગામે મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ખાનગી બસ પલટાતા 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે, જ્યારે 4 લોકોની હાલત ખુબ જ ખરાબ હોવાના કારણે લુણાવાડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખુબ જ ક્રિટીકલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ખાનગી બસ સંજેલીથી શ્રમિકોને લઈને કાલાવડ જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસે આ ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમામએ, મહીસાગર પાસે સંતરામપુરના પઢારિયા ગામ નજીક ખાનગી બસને રવિવારે મોડીસાંજે અકસ્માત નડ્યો હતો. ખાનગી બસમાં સંજેલીથી શ્રમિકોને લઈને કાલાવડ લઈ જવાતા હતા. પઢારિયા પાસે વળાંકમાં ટ્રાવેલ્સ બસ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. વળાંકમાં રોડ છોડી ટ્રાવેલ્સ બસ રોડ સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 100થી વધુ મજૂરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનામાં મુસાફરોને ઈજા પહોંચી હતી, જો કે, કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી મળ્યા નથી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનામાં ખાનગી ટ્રાવેલ્સ બસમાં સવાર મુસાફરો ખીચો ખીચ ભરી જનાર માલિક સામે કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠી રહી છે. સંતરામપુર પોલીસે અકસ્માતોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થવાની સંભાવના હાલ સેવાઈ રહી છે.
Home Gujarat ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુરના પઢારિયા ગામે મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો…