GUJARAT

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી,……..

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં PM મોદીના જન્મદિવસને લઈને દેશભરમાં ચાલી રહેલા સેવા સપ્તાહ કાર્યક્રમ અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આ બેઠકમા પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા, ગોરધન ઝડફિયા, ભાર્ગવ ભટ્ટ, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, હર્ષદગિરી ગોસ્વામી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

હાલ PM મોદીના જન્મદિવસને લઈને સેવા સપ્તાહ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરવામાં આવે છે. ત્યારે આજે સેવા સપ્તાહ અંતર્ગત દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, દિવ્યાંગ બાળકોની પણ સેવા કરવાના કાર્યક્રમ છે. સાધન સહાય વિતરણ કાર્યક્રમ કરાય છે. સારી રીતે જીવન જીવે એવા પ્રયત્નો પણ કરીએ છીએ. જેના ભાગરૂપે હું આ કાર્યક્રમમાં આવ્યો છું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને મેયર રીટાબેન પટેલ પણ હાજર રહ્યા હતા.

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ સમગ્ર દેશમાં પીએમ મોદીના જન્મ દિવસે સેવા સપ્તાહ ઉજવે છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી માટે રાજ્યમાં પણ કાર્યક્રમો થાય છે. દિવ્યાંગ બાળકોની સેવા કરવી પ્રધાનમંત્રીને પસંદ છે. દિવ્યાંગ બાળકો સામાન્ય જીવન જીવી શકે તે માટેના કામ સંસ્થા કરી રહી છે. ત્યારે ગાંધીનગરમાં 70 દિવ્યાંગ બાળકોને સાધન સહાય આપવામાં આવી હતી. સપ્તાહમાં અનેક કાર્યક્રમો કરવાની જાહેરાત કરી હતી, જેમાં દર્દીઓની સેવા, રક્તદાન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો થશે.

નીતિન પટેલે આજે ગુજરાતના ગોધરામાંથી ઝડપાયેલા ઈમરાન નામના isi એજન્ટ વિશે પણ એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશની સુરક્ષા માટે દેશની એજન્સી કાર્યરત છે. તમામ એજન્સીઓ ચીન સાથેના તણાવ વચ્ચે તેને ધ્યાને રાખી એજન્સીઓ સાક્ષમતાથી કામ કરી રહી છે. દેશ અને રાષ્ટ્ર વિરોધી તત્વો સામે નજર રાખે છે અને જરૂર પડે તેમની ધરપકડ પણ કરે છે. ચીન કે પાકિસ્તાનને મદદ કરતા હોય તેવા પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. પાકિસ્તાનની એજન્સીને મદદ કરનાર ધરપકડ આવકાર દાયક છે.

આ સિવાય નીતિન પટેલે આજે પોતાના નિવેદનમાં ડુંગળી વિશે પણ કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ પણ ચીજવસ્તુની દેશમાં અછત ન સર્જાય અને કાળા બજાર ન થાય તેના કારણે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાય છે. ડુંગળીના ભાવ વ્યાજબી થશે, તો ખેડૂતોના હીતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર યોગ્ય નિર્ણય લેશે.

રાજ્યમાં શાળાઓ શરૂ થશે કે નહીં તેની અસમંજસ વચ્ચે નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ શાળાઓ શરૂ કરવા બાબતે ચર્ચા ચાલી રહી છે. ભારત સરકાર અને સુપ્રીમની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાકાળમાં કાળજી રાખવાની બધું સંકલન કરી રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે.

ઊંઝા APMCમાં સેસમાં થયેલા મહાકૌભાંડના મુદ્દા વિશે પણ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું કે, જો આ ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જો એપીએમસીમાં કંઈક પણ ખોટું થયું હશે તો ત્વરિત પગલા ભરાશે.

Leave a Reply

Your email address will not be published.