Home Crime અંકલેશ્વર ની વાલિયા ચોકડી થી ઇકો કાર ભાડે કરી ચાલકને ચપ્પુ બતાવીને...

અંકલેશ્વર ની વાલિયા ચોકડી થી ઇકો કાર ભાડે કરી ચાલકને ચપ્પુ બતાવીને લૂંટ નો પ્રયાસ

14
0

એક શખ્સ ઝડપાયો બીજાનું એક્સિડન્ટ થયું ત્રીજો બ્રિજ કૂદી ભાગ્યો
અંકલેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરી


અંકલેશ્વર ની વાલિયા ચોકડી પર થી ઇકો કાર ભાડે કરી લૂંટવાની કોશિષ કરવામાં આવી હતી જો કે કાર ના ચાલકે પ્રતિકાર કરતા લૂંટારૂઓ એ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક ઝડપાય ગયો હતો જ્યારે બીજો એક અમરાવતી નદીનો બ્રિજ કૂદી ભાગવા નો પ્રયાસ કરતા ઈજાગ્રસ્ત થયો હતો આ અંગે શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ની વાલિયા ચોકડી થી ઇકો કાર ભાડે લઇ જવાના બહાને ત્રણ જેટલા અજાણ્યા શખ્સો એ ઇકો ચાલકને મોતાલી ગામ નજીક નેશનલ હાઇવે પર લઇ ગયા હતા જ્યાં ચાલુ ગાડી માં જ ચપ્પુ કાર ચાલકના ગળે મૂકી કાર માં મારમારી કરી બહાર ઉતારી મુક્યો હતો વાલિયા તાલુકા ના ગુંદિયા ના ઇકો કારના ચાલક યોગેશ વસાવાને પોતાની કાર લૂંટનારા શખ્સો નો સામનો કરતા અન્ય કાર ચાલકની મદદ લીધી હતી અને તેમાં યોગેશ વસાવા ને સફળતા પણ મળી હતી તેઓ એ વેગન આર કાર ઇકો કાર આગળ ઉભી કરી દીધી હતી અને અકસ્માત સર્જ્યો હતો
તે દરમ્યાન લૂંટારૂ ઓ ભાગવા નો પ્રયાસ કરતા ત્રણ લૂંટારૂ ઓ પૈકી ભાગવા જતા એક અન્ય વાહન ની ટક્કર વાગતા ગંભીર ઇજા પહોંચી હતી જયારે અન્ય એક અમરાવતી નદી ના બ્રિજ પર થી નીચે કૂદી પડતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ માટે ખસેડયો હતો જ્યારે બે લૂંટારૂ ઓ ઝડપાય ગયા હતા આ ઘટના અંગે ની શહેર પોલીસ ને થતાં શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મધ્યપ્રદેશ ના રાકેશ માંગીલાલ સૈની ની ધરપકડ કરી હતી જ્યારે ઈજાગ્રસ્ત લૂંટારૂ નીરજ કુશવાહ સારવાર હેઠળ છે જયારે તરૂણ સોની ફરાર થઇ ગયો હતો શહેર પોલીસે બનાવ અંગે ગુન્હો નોંધી તરૂણ સોની ને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleઅંકલેશ્વર ની ધોરણ પાંચ માં અભ્યાસ કરતી બાળકી એ કોરોના સેફટી પોસ્ટર બનાવ્યું 
Next articleસાંસદ રથને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here