GUJARAT

કોવિડ-૧૯ અંગેની જાગૃતિ અને કોરોના વેકસીન લેવા અંગેના કાર્યક્રમનું આયોજન..

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય વરાછા સેન્ટરના રાજયોગીની બીકે તૃપ્તિ દીદીના માર્ગદર્શન હેઠળ તેમજ પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા સાથે રેડક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાંચ અને સુરત મહાનગર પાલિકાના સહયોગથી આજ રોજ કોવિડ-૧૯ અંગેની જાગૃતિ અને કોરોના વેકસીનન લેવા અંગેનો કાર્યક્રમ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય વરાછા સેન્ટર ખાતે કરવામાં આવ્યો. જેમાં ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી,આરોગ્ય સમિતિના ચેરમેન દર્શનીબેન કોઠીયા, સ્લમ ઇન્સ્ટ્રુમેંટના ચેરમેન દિનેશભાઈ રાજપુરોહિત, કોર્પોરેટર મધુબેન ખેની,પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામભાઈ નાકરાણી,પૂર્વ કોર્પોરેટર વિનોદભાઈ ગજેરા પણ ઉપસ્થિત રહયા હતા. રેડક્રોસ અને સક્ષમના પ્રતિનિધિ તરીકે મનીષભાઈ ભાલાળા એ આરોગ્ય સમિતિના ચેરમેન દર્શનીબેનને માસ્ક આપીને સન્માન કર્યું હતું.રેડક્રોસે આપેલા આ માસ્ક દ્રષ્ટિબેને બ્રહ્માકુમારીમાં આવતા બીકે ભાઈ-બહેનો ને આપ્યા હતા.

તૃપ્તિ દીદીએ સર્વોમહાનુભવોને સ્મૂતિ ભેટ અને પ્રસાદ આપી સર્વો મહેમાનોનું સ્વાગત ક્રર્યું હતું.તેમને સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક મનોબળ પણ આજના આ કોરોના કાળમાં ખૂબ જરૂરી છે. સૌએ માનસિક મનોબળ પણ રાખવું જોઈએ જેથી કરીને આપનું સ્વાસ્થ્ય સારું રહે. ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી એ કોર્પોરેશન દ્રારા ચાલતા આવા વેક્સિનેશન સેન્ટરનો દરેક વ્યકિતીએ લાભ લેવો એના માટે જાહેર અપીલ કરી હતી. આરોગ્ય સમિતિના ચેરમેન દર્શનીબેન સરકારશ્રી ની ગાઈડલાઇન પ્રમાણે દરેકે માસ્ક પહેરવા, હાથને સેનેટાઇઝ કરવા અને એક બીજાથી સોશ્યલ5 ડિસ્ટન્સ રાખવા માટે આહવાન કરેલ.દિનેશભાઈ રાજપુરોહિતે વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઈ મોદી તેમજ તેમના માતૃશ્રીએ પણ આટલી મોટી ઉમરે કોરોના વેકસીન મુકાવીને ભારતના ૧૩૫ કરોડ જેટલા વ્યકિતઓને સુદ્રઢ ભારત સ્વસ્થ ભારત અને સ્વસ્થ સમાજ બનાવવાનું આહવાન આપ્યું હતું.

સુરત મ્યુન્સિપલ કોર્પોરેશનના કમિશ્નર શ્રી બંસાનિધિ પાની સાહેબ અને ડેપ્યુટી હેલ્થ કમિશ્નરશ્રી આશિષ નાયક,ઝોનના હેલ્થ અધિકારી ડો. કિંજલ, સાહેબ, ઝોનલ અધિકારીશ્રી જરીવાલા સાહેબ બ્રહ્માકુમારીમાં ચાલતા વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈ તૃપ્તિ દીદીને અભિનંદન પાઠવ્યા હતા. આજે ૪૮૦ જેટલા વ્યકિતઓએ આ વેક્સિનેશન લાભ લીધો હતો.
આ સંપૂર્ણ કાર્યક્ર્મનું સંચાલન ઇન્ડિયન રેડક્રોસ બ્રાંચ અને સક્ષમનાં પ્રમુખ ડો.પ્રફુલભાઈ શિરોયા એ કર્યું હતું.અને સૌને કોરોના વેકસીન લેવા માટે જાગૃત કર્યા હતા.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.