Home Kheda (Anand) આણંદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં જનજાગૃતિ અંગેના કાર્યક્રમ...

આણંદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં જનજાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા

145
0

આણંદ-શનિવારઃ- ‘ટીબી હારેગા દેશ જીતેગા’ કેમ્પેઈન અંતર્ગત આણંદ જિલ્લાના સમગ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સમગ્ર અર્બન હેલ્થ સેન્ટરોમાં તા.૧૯મીના રોજ ટીબી રોગ અંગે લોકોમાં જનજાગૃત્તિ આવે તે હેતુથી ટીબીની સારવાર પૂર્ણ કરેલ ટીબી દર્દી તથા હાલમાં ટીબીની સારવાર ચાલું હોય તેવા ટીબી દર્દીઓને સાથે રાખીને ટીબી ચેમ્પીયન આઈઈસી સેન્સીટાઈઝેશન પ્રોગામ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર આણંદ જિલ્લામાં ટીબી રોગની તપાસ અને તેની નિઃશુલ્ક સારવાર અને ઉપચાર વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દેશમાં આખી દુનિયાના ૨૭% કેસોનું ભારણ છે તેમજ મૃત્યુદર ૩૪ % છે. જ્યારે ગંભીર પ્રકારના ટીબીના કેસોની સંખ્યા પણ ૨૫% છે. ટીબી ચેમ્પીયન ગ્રુપ મારફતે ટીબીના દર્દી ૬ મહિનાની દવા પૂર્ણ કરે, દવા અધૂરી ન છોડે, ફોલોઅપની તપાસ કરાવે, ટીબીના લક્ષણો જલ્દી પારખી તેનું નિદાન કરાવે અને ટીબીનો ફેલાવો રોકવામાં મદદ કરે તેમજ પોતાના બેન્કની વિગત આપી ટીબીની સારવાર લેનારને સરકારશ્રી તરફ મળતા લાભો (જેવાં કે, નિલય પોષણ યોજના અંતર્ગત ટીબીની સારવાર ચાલું હોય ત્યાં સુધી માસ દીઠ રૂા.૫૦૦/- ની સહાય) વિશે વિસ્તૃત માહિતી તેમજ પોતાના ઘરના સભ્યોની તપાસ કરાવે તે હેતુંથી ટીબી જાગૃતિ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યાં હોવાનું પેટલાદનાં જિલ્લા ક્ષય કેન્દ્રના ઓફિસરે એક યાદી દ્વારા જણાવ્યું છે.


Previous articleમોરબીમાં કુપોષિત બાળકોના ઘરે ‘પોષણ તોરણ’ લગાવી પોષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ
Next articleધરમોડા ખાતે મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ચાણસ્મા આઈ.ટી.આઈ.નો ભૂમિપૂજન સમારોહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here