South-Gujarat

ઉમરપાડા તાલુકા ના નવી વસાહત ના ખૌટારામપુરા ગામે એક હજાર લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું..


માંગરોલ, દેગડીયા
–ઉમરપાડા તાલુકાના ખોટારામપુરા ગામે કોરોના વાયરસ ની મહામારી ને લઇ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાતા ૧૦૦૦ જેટલા લોકોએ આર્યુવેદિક ઉકાળાનો લાભ લીધો હતો.

હાલ માં ગ્રામ્ય વિસ્તારમાં તાવ શરદી ખાસી ઉધરસ જેવા વાઇરલ રોગચાળો વધી રહ્યો છે જેને કારણે લોકોમાં ભાઈ ફેલાયો છે જેથીતકેદારીના પગલારૂપે લોકોની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ગામ આગેવાનો જયસિંગભાઈ, ચંદ્રસિંગભાઈ, રામસીંગભાઈ સુરતિયાભાઈ. યુવા એક્શન ગ્રુપના વિજયભાઈ વસાવા દીપકભાઈ વસાવા ના નેતૃત્વ હેઠળ આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નાના છોકરા થી લઈ નાના-મોટા તમામ લોકો ને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમયે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જણાવવાનું કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી સરકારી ગાઇડ લાઈન નુ પાલન કરવું સરકારી ડોકટર ની સલાહ લેવી અને સમયસર કોરોના ટેસ્ટ રિપોર્ટ કરાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે જીલ્લાપંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ રાજુભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરી તાલુકા વિકાસ અધિકારી નરેશ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી યુ. બી. વાઘ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રકાશભાઈ ચૌધરી તથા ભરતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Leave a Reply

Your email address will not be published.