Home Business આઈટી અગ્રણી વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ હ્લરૂ૨૦માં રોજના રૂ.૨૨ કરોડ અથવા રૂ.૭૯૦૪...

આઈટી અગ્રણી વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ હ્લરૂ૨૦માં રોજના રૂ.૨૨ કરોડ અથવા રૂ.૭૯૦૪ કરોડનું દાન કર્યું

101
0

આઈટી અગ્રણી વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ હ્લરૂ૨૦માં રોજના રૂ.૨૨ કરોડ અથવા રૂ.૭૯૦૪ કરોડનું દાન કર્યું હતું અને નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે ટોચના દાનવીર ભારતીય તરીકે ઊભરી આવ્યા હતા. તેમણે આગલા વર્ષના ટોચના દાનવીર એચસીએલ ટેકનોલોજીના શિવ નાદરને મોટા ર્માિજન સાથે પાછળ રાખી દીધા હતા તેમ હુરુન રિપોર્ટ ઈન્ડિયા એન્ડ એડલ્જીવ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી જણાવે છે.
શિવ નાદરે આગલા નાણાકીય વર્ષ માટે રૂ. ૮૨૬ કરોડનું દાન કર્યું હતું અને નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે રૂ. ૭૯૫ કરોડનું દાન નોંધાવ્યું હતું. અઝીમ પ્રેમજીએ આગલા નાણાકીય વર્ષ માટે રૂ. ૪૨૬ કરોડનું દાન નોંધાવ્યું હતું.
દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીએ દાનવીરોની યાદીમાં ત્રીજા ક્રમને જાળવી રાખ્યો હતો. તેમણે સમીક્ષા હેઠળના ગાળા માટે રૂ.૪૫૮ કરોડનું દાન કર્યું હતું અને આગલા વર્ષ માટે રૂ.૪૦૨ કરોડનું દાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોવિડ રોગચાળાના પ્રસારને અટકાવવા મદદ માટે પણ કોર્પોરેટ જગત આગળ આવ્યું છે.
તાતા સન્સે ૧,૫૦૦ કરોડના દાનની જાહેરાત કરી હતી
તાતા સન્સે રૂ. ૧૫૦૦ કરોડના દાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તે પછી પ્રેમજીએ રૂ.૧૧૨૫ કરોડ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ. ૫૧૦ કરોડનું દાન કરવાનું વચન આપ્યું છે. મોટાભાગનું કોર્પોરેટ કમિટમેન્ટ્સ પીએમ-કેર્સ ફંડ માટે હોય તેવું દેખાય છે, જેમાં આદિત્ય બિરલા જૂથ રૂ. ૪૦૦ કરોડ દાન કરી રહ્યું છે તેમ અહેવાલ જણાવે છે.
અત્રે નોંધનીય છે કે તાતા સન્સે જે દાન કરવાનું નક્કી કર્યું છે તેમાં નવા રચવામાં આવેલા ફંડમાં રૂ. ૫૦૦ કરોડનાં દાનનો સમાવેશ થાય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here