South-Gujarat

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડિરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યાએ મુખ્યમંત્રીને લેખિતમાં અરજ ગુજારી સમસ્યા હલ કરવા માંગણી કરી.

ડાંગ જિલ્લાની સિવિલ હોસ્પિટલ આહવા ખાતે 100 ઓક્સિજન બેડ સહિત હોસ્પિટલનો સ્ટાફ વધારવા બાબતે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડિરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યાએ મુખ્યમંત્રીને લેખિતમાં અરજ ગુજારી સમસ્યા હલ કરવા માંગણી કરી..

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડીરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં અરજ ગુજારી જણાવ્યુ છે કે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકામાં કુલ 311 ગામોનો સમાવેશ થાય છે.હાલમાં ચાલતા કોરોનાકાળનાં બીજા તબક્કામાં ડાંગ જિલ્લામાં કેસો વધતા સ્થિતિ ખરાબ બની છે.ડાંગ જિલ્લામાં આવેલ તમામ ગામડાઓમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોને તાવ,શરદી,ખાંસીની અસર જોવા મળે છે.સાથે ડાંગ જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ઓછા પડતા હોવાથી ડાંગનાં લોકોને પૂરતા પ્રમાણમાં સેવા મળતી નથી.

જેથી ડાંગ જિલ્લાનાં અમુક લોકો ટ્રિટમેન્ટ કરાવવા માટે બહારનાં જિલ્લામાં જાય છે.પરંતુ ત્યાં પણ આ દર્દીઓને સુવિધા મળતી નથી.જેથી ડાંગ જિલ્લા સિવિલ હોસ્પિટલ આહવા ખાતે બીજા નવા 100 બેડ ઓક્સિજન સાથે ફાળવવામાં આવે તો ડાંગ જિલ્લાનાં દર્દીઓને કોરોનાકાળથી બચાવી શકાશે.સાથોસાથ હોસ્પિટલમાં સ્ટાફ પણ વધારવાની જરૂરિયાત ઉભી થઈ છે.સાથે ગામડાઓમાં લોકો બીમાર પડેલ હોવા છતાંય સરકારી દવાખાનામાં સારવાર લેવા માટે ડર અનુભવી રહયા છે.

જેથી આરોગ્ય વિભાગને પણ જાગૃતિ લાવવા સૂચનો કરવા જણાવ્યુ છે.વધુમાં તેઓએ પી.એમ.કેર ફંડમાંથી દેશની સાર્વજનિક હોસ્પિટલમાં પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.આ ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે ડાંગની સિવિલ હોસ્પિટલ,સામૂહિક આરોગ્ય કેન્દ્ર,પી.એચ.સી કેન્દ્રોમાં ફાળવી જિલ્લામાં મૃત્યુઆંક વધતો ઘટાડવા માટે વિનંતી સાથે સમસ્યા હલ કરવા માટેની માંગણી કરી છે. તો બીજીતરફ ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીએ પણ કોવિડ 19ની મહામારીમાં જિલ્લાનાં ડોકટરોને અન્ય જિલ્લામાં મોકલવામાં આવેલ છે.જેઓને પરત જિલ્લા બોલાવવા બાબતે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.

ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાના ડોકટરોને બીજા જિલ્લામાં કામગીરી માટે મોકલવામાં આવ્યા છે.તેવામાં હાલની ડાંગની પરિસ્થિતિ ખરાબ છે.ડાંગમાં કોરોનાનાં પગલે મરણ દર વધી રહયો છે. જેથી આ તમામ ડોકટરોને જિલ્લામાં પરત બોલાવવામાં આવે.વધુમાં જણાવ્યુ છે કે જિલ્લાનાં ફંડમાંથી સરકારી દવાખાનાંમાં હંગામી સ્ટાફ નિમણૂક તથા પૂરતા પ્રમાણમાં દવાઓનું આયોજન બાબતે લેખિતમાં આવેદનપત્ર આપી ઘટતુ કરવાની માંગ કરી છે..
(શેખર ખેરનાર ડાંગ)

Leave a Reply

Your email address will not be published.