સ્વ. બદરીભાઇ જોષી નમઁદા પ્રદુષણ નિવારણ સમિતિના સ્થાપક હતા
ગત માર્ચ મહિના માં યોજાયેલી આઝાદી કા અમૃત મહોત્સવ દાંડી યાત્રા નું આમોદ ખાતે બદરીભાઇ જોષીએ સ્વાગત કર્યું હતું અને લોકોને દાંડી યાત્રા માં જોડાવા અપીલ કરી હતી
ભરૂચ જીલ્લાના પ્રથમ પંક્તિ ના લોક સેવક, ભરૂચ જીલ્લા ખેડૂત સમાજ ના માજી મહામંત્રી, સર્વૉદય મંડળ ગુજરાત ના માજી
પ્રમુખ શાંતિ ગ્રામ સેવા સંસ્થા
તણછા ના સ્થાપક અને મંત્રી
અનેક વિધ સમાજ સેવી સંસ્થા ઓ સાથે જોડાયેલા બદરીભાઈ મોતીરામ જોષી જેઓ ચુસ્ત ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને અનેક
ખેડૂત આંદોલન ના નાયક હતા
જેઓ એ શરૂઆત માં ભરૂચ જીલ્લા કિસાન સંગઠનની સ્થાપના કરી પછી એનું ગુજરાત ખેડૂત સમાજમાં વિલીની કરણ કર્યું
ખેડૂતોના દેવા નાબુદી ના આંદોલનને રાષ્ટ્રીય આંદોલન બનાવવા માં આગેવાની લીધી હતી જેઓ અનેક આંદોલન ના નાયક હતા જેઓએ હવે આ ફાની દુનિયા છોડી ગયા છે
ભરૂચ જીલ્લા ખેડૂત સમાજ
નોંધારો બન્યો છે ત્યારે
ભરૂચ જીલ્લા ખેડુત સમાજ ના પ્રમુખ મહેન્દ્ર સિંહ કરમરીઆ દ્વારા ભરૂચ
જીલ્લા ના સૌ ખેડૂતો વતી હૃદય પુર્વક ની શ્રધ્ધાંજલિ આપી છે
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.