Home Gujarat બૈસાખી અને નવી શરૂઆત – સંત રાજીન્દર સિહજી મહારાજ

બૈસાખી અને નવી શરૂઆત – સંત રાજીન્દર સિહજી મહારાજ

1
0

બૈસાખી એ નવા જીવન ની ઊજવણી છે. આ દિવસે આપણે આપણા હ્રદયમાં થી બધા ભેદભાવ દૂર કરવા જોઈએ અને દ્વેષો થી દૂર રહેવું જોઇએ. બૈસાખી ના આ મહિનામાં ફુલ ઉગી નીકળે છે અને ઝાડને નવા પાંદડા મળે છે. અને આખુ વાતાવરણ નવુ થઈ જાય છે. આપણે પણ આ મહિનામાં નવા પાઠ શિખવા જોઈએ અને નવુ જીવન શરૂ કરવુ જોઇએ. ભારતના વિવિધ સમુદાયો માં બૈસાખી ની ઉજવણી જુદી-જુદી રીતે કરવામાં આવે છે.
1699માં આ દિવસે 10મા શીખ ગુરૂ , ગુરૂ ગોવિંદ સિંહજીએ પંથ ખાલસા એટલે કે શીખ પંથ નો પાયો નાંખ્યો હતો .તેમણે પંચ પ્યારા અથવા પ્યારા પાંચની પસંદગી કરી હતી. હિન્દુઓ માટે તે નવા વષૅની શરૂઆત છે. તે માટે સ્નાન, ભોજન, અને પૂજા-અચૅના સાથે ઉજવવામાં આવે છે. શીખો, હિન્દુઓ, અને બૌદ્ધૌ માટે પણ બૈસાખી એક મહત્વપૂર્ણ દિવસ છે. તે જન્મ, જાગૃતિ અને પ્રબુદ્ધ પસાર થનાર, ગૌતમ બુદ્ધ ના નિવાઁણ કે જેમનો જન્મ રાજકુમાર સિધ્ધાર્થ તરીકે થયો હતો તેની ઊજવણી કરે છે. પંજાબના પ્રદેશોમાં ખેડૂતો દ્વારા ઉમદા પાક માટે ભગવાનનો આભાર માનવામાં આવે છે.અને આવતા વષેઁ વધુ સારી આશા રાખવામાં આવે છે.
બૈસાખી ની ઊજવણી દેશના વિવિધ ભાગોમાં કરવામાં આવે છે પરંતુ તેનો મુખ્ય ખ્યાલ નવી શરૂઆત માટેની ઊજવણી છે છતાં પણ જેઓ આધ્યાત્મિક માગૅ પર છે તેઓ માટે જ્યારે ધ્યાન દ્વારા અંદરની દુનિયામાં ઝલક મેળવે છે. જ્યારે આપણા હદય પ્રેમના ફુલો થી ખિલે છે. જ્યારે આપણે આપણી અંદરના પરમાત્માના પ્રેમના સંપકૅ માં આવીએ છીએ તે સાચી સુંદરતા છે. અને તે વિશ્વ ને સુંદર બનાવે છે.
બૈસાખી નુ આગમન થતા ચાલો આપણે ફક્ત તેની બહાર નો આનંદ ન લઈએ પરંતુ આપણે ધ્યાન માં બેસવાનો સમય પણ શોધીએ.ચાલો આપણે આપણા દિવસ નો એક ભાગ લઇએ અને અંદરના સ્વગીઁય ક્ષેત્ર નો આ સમય માણીએ. વષૅના આ સમયના ફુલો અને આનંદ કારક અવાજો એ આપણી અંતરમાં રહેલા નજારાઓ અને અવાજો નુ પ્રતિબિંબ છે આ અંતર માં અસાધારણ પ્રદેશો પછી પ્રદેશો છે. આપણે ધ્યાન દ્વારા તે ઘાસ ના મેદાનો માં અને બગીચાઓનો અનુભવ કરી શકીએ છીએ.
ચાલો આપણે આપણા માટે આંતરીક બૈસાખી શોધીએ ચાલો આપણે આપણા જીવનમાં સદગુણો ને આત્મ સાત કરીએ. અને આપણા રોજીંદા જીવન ના અમુક સમયને ધ્યાન માટે સમપિઁત કરીને નવી શરૂઆત કરીએ. ત્યારબાદ આપણે જાણીશુ કે ભગવાન છે અને આપણે આત્મા ઓ છીએ અને ભગવાન સાથે સનાતન દૈવી પ્રેમ અને એકતાનો આનંદ માનીશુ.ચાલો આપણે વૈશાખી ની આ પળોનો આનંદ લઈએ. – – સંત રાજીન્દર સિહજી મહારાજ

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleબિલોઠીથી સામરપાડા જવાનો રસ્તો બંધ કરાતા ગ્રામજનો વિફયૉ,
Next articleપઠાર ગામે આવેલ વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટના ગોડાઉનમાંથી આરઆર કેબલના બંડલની ચોરી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here