Home Business બેન્કોએ કોરોના વખતે ફેરિયાઓ તેમજ સ્ટ્રીટ વેન્ડર્સને આપવામાં આવેલી જામીનમુક્ત લોન એનપીએ...

બેન્કોએ કોરોના વખતે ફેરિયાઓ તેમજ સ્ટ્રીટ વેન્ડર્સને આપવામાં આવેલી જામીનમુક્ત લોન એનપીએ પુરવાર થવાની ભીતિ દર્શાવી.

113
0

પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ પ્રોગ્રામ હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સ અને ફેરિયાઓને વધુ લોન ફાળવવાના મુદ્દે મ્યુનિસિપાલિટીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા પછી બેન્કોએ કોરોના વખતે ફેરિયાઓ તેમજ સ્ટ્રીટ વેન્ડર્સને આપવામાં આવેલી રૂ. ૧૦,૦૦૦ની જામીનમુક્ત લોન એનપીએ પુરવાર થવાની ભીતિ દર્શાવી છે. સરકાર દ્વારા કોરોના વખતે સહાયના ભાગરૂપે સ્ટ્રીટ વેન્ડર્સને રૂ. ૧૦,૦૦૦ની જામીનમુક્ત લોન આપવામાં આવી હતી. મોટાભાગના ફેરિયાઓેએ રૂ. ૧૦,૦૦૦ની આ લોન પરત ચૂકવવા ઠાગાઠૈયા કર્યા છે. કેટલીક બેન્કોએ આ લોનની રકમ પરત મેળવવા સ્થાનિક સત્તાવાળાઓની મદદ માગી છે.
વ્યાજમુક્ત લોન પરત કરવા ફેરિયાઓના ઠાગાઠૈયા
કોરોનાના સમયમાં ફેરિયાઓને આજીવિકા મેળવવા મદદ કરવાના ઈરાદાથી સરકાર દ્વારા જૂનમાં PM SVANidhi સ્કીમ હેઠળ આશરે ૭.૨૫ ટકાના વ્યાજે રૂ. ૧૦,૦૦૦ની જામીનમુક્ત લોન આપવામાં આવી હતી. આ લોનની સમયસર કે વહેલી ચુકવણી કરનારને વર્ષે ૭ ટકા વ્યાજ સબસિડી ચૂકવવાની તેમાં જોગવાઈ કરાઈ હતી. આમ મહદ્અંશે વ્યાજમુક્ત લોન બનતી હોવા છતાં મોટાભાગનાં ખાતા એનપીએ પુરવાર થશે તેવી બેન્કોને ભીતિ છે. સ્ટેટ બેન્કના મેનેજરે આ અંગે ભીતિ વ્યક્ત કરતો પત્ર મધ્યપ્રદેશના બુરહાનપુરનાં મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે. ઈન્દોરમાં ૧૩,૦૦૦ લોકોને આ યોજનાના લાભ આપવામાં આવ્યા છે.
૧૩.૨૭ લાખ લાભાર્થીઓને રૂપિયા ૧૩૦૬.૭૬ કરોડ ફાળવવામાં આવ્યા
સરકાર દ્વારા ૨૪ માર્ચ કે તે પહેલાં શહેરોની ફૂટપાથ પર કે શેરીઓમાં ફેરી કરીને ચીજવસ્તુઓ વેચતા ૧૭.૯૩ લાખ ફેરિયાઓને ડિસેમ્બર સુધીમાં રૂ. ૧૭૮૩.૧૭ કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી જેમાંથી ૧૩.૨૭ લાખ લાભાર્થીઓને રૂ. ૧૩૦૬.૭૬ કરોડ ફાળવવામાં આવ્યા હતા. લાભાર્થીએ એક વર્ષમાં સમાન હપતામાં આ લોનની રકમ બેન્કોને પરત કરવાની હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here