Business

બેંકો દરેક ગ્રાહકોને તેમના ઘરે જ બેંકિંગ સેવા પહોંચાડશે…..

એકબાજુ કોરોના મહામારી ચાલી રહી છે. જેના પગલે લોકો કામકાજ વગર ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. ત્યારે બેંક દ્વારા એક સારી સુવિધા આપવામાં આવી રહી છે. હવે બેંકો દરેક ગ્રાહકોને તેમના ઘરે જ બેંકિંગ સેવા પહોંચાડશે. બુધવારે નાણામંત્રી નિર્મલા સિતારમણે આ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યારસુધી કેટલીક પ્રાઈવેટ બેંક આ સુવિધાઓ આપી રહી હતી. આ પ્રસંગે નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે બેંકોની ખુબ મહત્વની ભૂમિકા છે. તેણે કહ્યું કે, આ સમયમાં આર્થિક સ્થિતિ સારી બનાવવા માટે બેંક મહત્વનો ભાગ છે. બેંક પોતાના દરેક ગ્રાહકોની રગ જાણે છે. જેટલી ઝડપથી ભારતે જનધન, આધાર અને મોબાઈલને અપનાવ્યો છે. તે દુનિયા ભરના દેશ માટે અઘરું છે.

જાણો આ બેંકિંગ સેવા વિશે

ડોરસ્ટેપ બેંકિંગની ઈંટ ભારતીય રિઝર્વ બેંકે કેટલાક વર્ષો પહેલા રાખી હતી. જાહેર ક્ષેત્રની બેંકોએ એક સાથે મળીને એક સામાન્ય સેવા આપતા પ્રદાતાની સુવિધા માત્ર વરિષ્ઠ નાગરિતો અને અંધ વ્યક્તિ માટે આપવામાં આવશે. જેને બેંક પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોના મહામારીને જોતા આરબીઆઈએ કહ્યું કે 70 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકો અને દિવ્યાંગોને ડોર સ્ટેપ બેંકિંગ સેવાની સુવિધા આપવી જોઈએ. નાણામંત્રીના કહેવા મુજબ સાર્વજનીક બેંકોએ કોરોના સંકટની વચ્ચે લોકોની સારી સેવા કરી અને તેમની 80,000થી વધુ શાખાઓમાં સતત કામકાજ થતું રહ્યું.

રોડક પણ ઘરેથી જમા કરાવી શકાશે

આ સુવિધામાં બેંકોને રોકડ પહોંચાડવા, રોકડ ઉપાડવા અથવા તો ડિમાંડ ડ્રાફ્ટ લેવા જેવી સુવિધાઓ આપવી પડશે. હવે આ સેવા દરેક માટે છે. તેનો ઉપયોગ સાર્વજનીક બેંકના ગ્રાહકો વેબ પોર્ટલ, મોબાઈલ એપ અને કોલ સેંટર દ્વારા કરી શકશે. ગ્રાહક આ માધ્યમથી બેંકિંગ સેવા ઉપર નજર પણ રાખી શકશે. આ સેવા દેશભરમાં અંદાજીત 100 સેંટર દ્વારા સંચાલિત થશે. ડોર સ્ટેપ બેંકિંગ સેવા એજંટ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે.

અત્યાર સુધી ચેક, ડિમાંડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, એકાઉન્ટ સ્ટેટમેંટ, ગિફ્ટકાર્ડ જેવી સુવિધાઓ આપવામાં આવતી હતી. હવે રોકડની લેવડ દેવડ, ચેક, ડ્રાફ્ટની ડિલીવરી, કેવાઈસી દસ્તાવેજ લેવા જેવી કેટલીક મહત્વપૂર્ણ સેવાઓ ગ્રાહકો ઘરે બેઠા જ કરી શકેશે.

નાણા મંત્રાલય જણાવ્યું કે અંદાજીત 4 કરોડ ગ્રાહક મોબાઈલ અને ઈંટરનેટ બેંકિંગમાં સક્રિય છે. મોબાઈલ બેંકિંગ અને ઈંટરનેટ બેંકિંગથી લેવડ દેવડમાં 140 ટકાનો વધારો થયો છે. આ પ્રકારે દરેક ડિજીટલ ચેનલથી લેવડ દેવડમાં 50 ટકાનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published.