મોદી સરકારે દેશમાં ટિકટોક સહિત 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે રક્ષા, સુરક્ષા અને પ્રાઇવસીનો ખતરો બતાવતા આ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય બાદ ટિકટોકની તરફથી સ્પષ્ટતા કરાઇ છે. તેણે કહ્યું કે કોઇપણ યુઝરની માહિતી બીજા દેશ અને એટલે સુધી કે ચીનને પણ અપાઇ નથી.
કેન્દ્ર સરકારે 29 જૂનના રોજ પોતાના નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આ એપનો ખોટી રીતે ઉપયોગ થયાની માહિતી અમને મળી રહી હતી. યુઝર્સનો ડેટા ભારતની બહાર બીજા દેશોમાં ટ્રાન્સફર કરાઇ રહ્યો છે. આથી દેશની સુરક્ષા, સંપ્રભુતા, અખંડતા અને લોકોની પ્રાઇવસીને ધ્યાનમાં રાખતા 59 એપ પર પ્રતિબંધ મૂકી દેવાનો નિર્ણય લેવાયો છે.
આઇટી એક્ટની કલમ 69-Aની અંતર્ગત કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું કે આ એપ ભારતની સંપ્રભુતા અને અખંડતા માટે ખતરો હતો. આથી મોબાઇલ અને નોન-મોબાઇલ ઇન્ટરનેટ ડિવાઇસમાં તેને બેન કરાય છે.
