Home Crime ઝઘડીયા જીઆઈડીસીની કેએલજે કંપની માંથી બેટન લોખંડની એંગલ ચેનલ અને બીમ ની...

ઝઘડીયા જીઆઈડીસીની કેએલજે કંપની માંથી બેટન લોખંડની એંગલ ચેનલ અને બીમ ની ચોરી થઈ છે.

7
0

કંપનીની જે ખુલ્લી જગ્યામાં લોખંડ નું મટીરીયલ રાખવામાં આવ્યું હતું તે જગ્યા ની ચારેતરફ ફેન્સીંગ હોવા પછી પણ બે ટન લોખંડની ચોરી થવા પામી છે.
ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર ૯૦૯ માં આવેલ કેએલજે ઓર્ગેનિક્સ કંપનીમાં હાલ લોખંડના સ્ટ્રકચર નું કામ ચાલતું હોય કેએલજે કંપની દ્વારા વીજેપીએન એન્જિનિયરિંગ કંપની ને ફેબ્રીકેશન નું કામ સોંપ્યું હતું અને કંપની દ્વારા કોન્ટ્રાક્ટરને જરૂરી લોખંડ નું મટીરીયલ આપવામાં આવ્યું હતું. કંપનીએ ખુલ્લી જગ્યામાં ચારેતરફ ફેન્સીંગ લગાવી લોખંડ નું મટીરીયલ એંગલ, ચેનલ, બીમ વિગેરે કામ અર્થે રાખવામાં આવ્યું હતું. ગતરોજ કોન્ટ્રાક્ટ માં કામ કરતાં ઈસમનો કોન્ટ્રાક્ટર ફોન આવ્યો હતો કે કંપનીમાં ચોર ઘુસીયા છે. વિજેપીએન એન્જિનિયરિંગના જયપ્રકાશ શ્રીધરન બીજા દિવસે લોખંડનો મટીરીયલ જ્યાં રાખવામાં આવ્યું હતું તેની તપાસ કરતા આશરે બે ટન જેટલી લોખંડ ની ચેનલ, એંગલ અને બીમ ચોરી થવા પામી હતી. જેથી વીજેપીએન એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડના જય પ્રકાશ શ્રીધરન નાયરે ઝઘડિયા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Previous articleડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ ની ૧૩૦ મી જન્મ જયંતી નિમિત્તે ઉમરેઠ AAP PARTY ઉમરેઠ શહેર ના આમ આદમી પાર્ટી ના હોદેદારો થકી, ફૂલ હાર પહેરાવી ને બાબાસાહેબ આંબેડકર ની જય જયકાર કરીને સૂત્રોચાર કરવામાં આવ્યા
Next articleહાંસોટ તાલુકાના સાહોલગામ પંચાયતમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here