Home Kheda (Anand) કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે પોલિસ આવાસ યોજનાઓના લાભો એનાયત કરાશે

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે પોલિસ આવાસ યોજનાઓના લાભો એનાયત કરાશે

124
0

તા.૨૯/૦૫/૨૦૨૨ રવિવારના રોજ ૧૨/૦૦ કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ, ડાકોર રોડ, નડીઆદ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ
દ્વારા રૂ.૩૪૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૨૫ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાથી સજજ કુલ ૫૭ મકાનોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત
શાહના વરદ હસ્તે કરવામાં આવશે.

જેમાં રાજકોટ ખાતે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવું સાયબર ક્રાઇમ યુનિટ, આઇ.બી. કચેરી, એસ.પી. કચેરી, પોલીસ સ્ટેશન,
પોલીસના રહેણાંક આવાસો, ડાંગ કેનાલ, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, વાયરલેસ વર્કશોપ, માઉન્ટેડ યુનિટ, સ્પોર્ટસ ફેસીલીટી સહિતના બિલ્ડીંગોનું
લોકાર્પણ કરવામાં આવનાર છે.

નવીન બિન રહેણાંક આવાસોમાં મુદ્દામાલ પુરતા સ્ટોરોજ, શારિરીક વિકલાંગ વ્યક્તિઓ માટે રેમ્પ, જમવા માટે લંચ રૂમ, સી.સી.ટી.વી.,
બેઝમેન્ટમાં પાર્કિંગ, મહિલાઓ માટે હેલ્પડેસ્ક, બાળકોના કલ્યાણ માટે ઓફિસર રૂમ, ગુના સંબંધી તથા બિનગુના સંબંધી કામગીરી માટે અલગ
અલગ વ્યવસ્થા, કોન્ફરન્સ મલ્ટી પર્પઝ હોલ, રેકર્ડ રૂમ, પુરૂષ તથા મહિલા કેદીઓ માટે એટેચ ટોયલેટવાળા લોકઅપ, બાળકો માટે અલાયદી સગવડ,
અલગ પાસપોર્ટ ડેસ્ક, કાઉન્સેલીંગ રૂમ, ઇન્ટ્રોગેશન રૂમ તેમજ મહિલા કર્મચારીઓ માટે ઘોડીયાઘર વિગેરે સુવિધાઓથી સજજ છે.
રહેણાંક આવાસોની ડિઝાઇનમાં સુધારો કરી ક્ષેત્રફળમાં વધારો, પોલીસ કોન્સ્ટેબલ/જેલ સિપાહીઓને 1BHK મકાનને બદલે ફુલ ફર્નિશ્ડ
2BHK મકાન વિવિધ સવલતો સાથે બેડરૂમ, મોડ્યુલર કિચન, વુડન કબાટ, હાઇરાઇઝ મકાનોમાં લીફ્ટ, કેમ્પસમાં પાર્કિંગ, પેવર બ્લોક, બાળકો માટે
રમત-ગમતના સાધનો, કસરતના સાધનો, આંગણવાડી, બાગબગીચા તથા પ્રસંગો ઉજવી શકાય તેવી જગ્યાની સગવડ, ગેસ કનેકશન સમેત અનેક
સવલતો સહિતના મકાનોનું લોકાર્પણ કરવામાં આવનાર છે, આ લોકાર્પણ કાર્યક્રમનું તમામ જિલ્લા શહેર ખાતે બાયસેગ કૈયુ બેન્ડથી લાઇવ પ્રસારણ
કરવામાં આવનાર છે. જિલ્લાઓ ખાતે જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં હાજર રહી ટુ વે કોમ્યુનિકેશન દ્વારા
લોકાર્પણ કાર્યક્રમમાં જોડાનાર છે. આ કાર્યક્રમમાં ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય જિલ્લા ખાતેથી પણ મોટી સંખ્યામાં નાગરિકો લોકો
કાર્યક્રમના સ્થળે આવનાર છે. જેઓની સભાસ્થળ ઉપર અલગ અલગ જિલ્લા વાઇઝ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તેમજ અલગ અલગ
જિલ્લા વાઇઝ પાર્કીંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
કાર્યક્રમ દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ના ઉદભવે તે માટે બિલોદરા ચોકડીથી રીંગ રોડ, એક્સપ્રેસ રોડ થઇ ડાકોર તરફ જતો તથા
મહાગુજરાત સર્કલથી ડાકોર તરફ જતો તથા ડી-માર્ટ ઉત્તરસંડા-ફતેપુરા રીંગ રોડ થઇ ડાકોર તરફ જતો તમામ વાહન વ્યવહાર તેમજ ડાકોર રોડ,
સલુણ તરફથી નડીઆદ તરફ આવતો તમામ વાહન વ્યવહાર કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ તા.૨૯/૦૫/૨૦૨૨ ના રોજ કાર્યક્રમ દરમ્યાન
પ્રતિબંધિત જાહેર કરી વૈકલ્પિક માર્ગો ઉપર ડાયર્વઝન આપવામાં આવેલ છે. (ફાયર, મીડીયા, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાનને લાગુ પડશે નહીં)
આ કાર્યક્રમમાં સુરક્ષા અર્થે બંદોબસ્તમાં એસ.પી. – ૦૫, ડીવાયએસપી- ૧૫, પોલીસ ઇન્સ્પેકટર- ૩૩ પોલીસ કર્મચારી-૧૨૨૫,
મહિલા પોલીસ-૩૯૦, એસ.આર.પી.-૨ કંપની તથા હોમગાર્ડ-૫૦૦ જવાનો, બીડીડીએસ ટીમો તેમજ ડોગ સ્કોર્ડ તૈનાત રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here