Home Uncategorized ઓનલાઈન PUBG ગેમના શોખીનો ચેતજો, એક ઝટકે એકાઉન્ટ થશે ખાલી, જાણો વલસાડનો...

ઓનલાઈન PUBG ગેમના શોખીનો ચેતજો, એક ઝટકે એકાઉન્ટ થશે ખાલી, જાણો વલસાડનો 1,000 કોલનો આ કિસ્સો

21
0

વલસાડ તાલુકાના છેવાડાના કેટલાક ગામોમાં પબજી રમતા 900થી 1000 જેટલા લોકો પર આવેલા વોટ્સએપ કોલમાં, કોલ બનેગા કરોડપતિ સે બોલ રહા હૂં, આપકો રૂપિયા 35 લાખ કી લોટરી લગી હૈ તે મુજબની વાત કરીને, બેન્ક ડિટેઈલ માંગી હતી.
જો કે, ઓનલાઈન ઠગાઈની ઘટનાઓથી પરિચિત મોટાભાગના યુવાનોએ ફોન તાત્કાલિક કાપી નાંખ્યો તો કેટલાક પબજી ગેમ રમવામાં ગળાડૂબ હોય કોલ કટ કરી દીધો હતો. વલંડી, વાંકલ સહિતના ગામો તથા ખારવેલ સહિતના ગામોમાં છેલ્લા 4 દિવસથી પાકિસ્તાનના મોબાઈલ નંબર પરથી આવી રહેલા વોટ્સએપ કોલે યુવાનોને ચિંતામાં મૂકી દીધા છે. વલંડીના એક યુવાને જણાવ્યું હતું કે, તેના પર 92 3420753835 નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. પરંતુ તાત્કાલિક ફોન કાપી નાખતા છેતરપિંડીથી બચી ગયો હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વલસાડ તાલુકાના છેવાડાના કેટલાક ગામોમાં પબજી રમતા 900થી 1000 જેટલા લોકો પર આવેલા વોટ્સએપ કોલમાં, કૌન બનેગા કરોડપતિ સે બોલ રહા હૂં, આપકી રૂ. 35 લાખ કી લોટરી લગી હૈ તે મુજબની વાત કરીને, બેંક ડિટેઇલ માંગી હતી. જો કે, ઓનલાઇન ઠગાઇની ઘટનાઓથી પરિચિત મોટાભાગના યુવાનોએ ફોન તાત્કાલિક કાપી નાંખ્યો તો કેટલાક પબજી ગેમ રમવામાં ગળાડૂબ હોય કોલ કટ કરી દીધો હતો. તેથી છેતરપિંડીથી બચી ગયા હતા.
વલંડી, વાંકલ સહિતના ગામો તથા ખારવેલ સહિતના ગામોમાં છેલ્લા 4 દિવસથી પાકિસ્તાનના મોબાઇલ નંબર પરથી આવી રહેલા વોટ્સએપ કોલે યુવાનોને ચિંતામાં મૂકી દીધા છે. વલંડી ગામના એક યુવાને સંદેશનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે, તેના પર ૯૨ ૩૪૨૦૭૫૩૮૩૫ અને ૯૨ ૩૦૪૯૦૭૨૯૬૫ નંબર પરથી આજે વોટ્સએપ કોલ આવ્યો હતો.
સામા છેડેથી હિંદીભાષી કોલરએ, હેલો, આપકી રૂ. 35 લાખ કી લોટરી લગી હૈ, મૈં કૌન બનેગા કરોડપતિ સે બોલ રહા હૂં તેમ કહેતા જ ચોંકી ઉઠેલા યુવાનને, ઓનલાઇન છેતરપિંડી આ રીતે જ થતી હોવાનું યાદ આવતા, તાત્કાલિક ફોન કાપી નાંખ્યો હતો. તે પછી અનેક યુવાનોએ સંદેશને ફોન કરીને, આ પ્રકારે તેઓ પર પણ વોટ્સએપ કોલ આવ્યા હોવાનું જણાવીને, તે અંગે માર્ગદર્શન માંગ્યું હતું.


Previous articleટિકટોક પર પ્રતિબંધ બાદ આ ભારતીય એપની બોલબાલા, ધડાધડ લાખો લોકોએ કરી ડાઉનલોડ
Next articleપાકિસ્તાનની રાજધાનીમાં બની રહેલા પ્રથમ મંદિર વિરૂદ્ધ ફતવો જાહેર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here